Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતાએ જ કરી હતી પુત્રીની હત્યા, દિવ્યાંગ હોવાથી સારસંભાળથી કંટાળી ઉતારી મોતને ઘાટ

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  માવતર બન્યું કમાવતર જેવી ઘટના સુરતમાં સામે આવી છે. માતાએ પુત્રીની હત્યા કરી તેને દુષ્કર્મ અને હત્યામાં ખપાવવા નો પ્રયાસ કર્યો હતો.વાત છે સુરતના ચોકબજાર વિસ્તારની, ચોક બજાર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા ફટાકદવાડીમાં રહેતા એક...
માતાએ જ કરી હતી પુત્રીની હત્યા  દિવ્યાંગ હોવાથી સારસંભાળથી કંટાળી ઉતારી મોતને ઘાટ

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

Advertisement

માવતર બન્યું કમાવતર જેવી ઘટના સુરતમાં સામે આવી છે. માતાએ પુત્રીની હત્યા કરી તેને દુષ્કર્મ અને હત્યામાં ખપાવવા નો પ્રયાસ કર્યો હતો.વાત છે સુરતના ચોકબજાર વિસ્તારની, ચોક બજાર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા ફટાકદવાડીમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીની ગત સાંજે મોત બાદ હત્યા અને રેપની શક્યતાઓને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી. બાળકીના શરીર અને ગુપ્ત ભાગે થયેલી ઈજાઓને આધારે શરૂઆતમાં પોલીસ તેમજ નવી સિવિલ હોસ્પિટલના ડોકટરો પણ હત્યાની સાથે બાળકી સાથે રેપ થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી..જોકે બાળકીના મૃતદેહનો પીએમ થયા બાદ તેમજ પોલીસ દ્વારા કરાયેલી તપાસ પછી ચોંકાવનારો ખુલાસો થયો છે.બાળકી સાથે રેપ નથી થયો ,પરંતુ તેની માતા એજ ગુસ્સામાં આવીને માસુમને જમીન ઉપર પછાડીને મારી નાખી હતી, સમગ્ર મામલે ચોક બજાર પોલીસે બાળકીની માતા ની અટક કરી લીધી છે.

Advertisement

બાળકીના ગુપ્ત ભાગે સોજો અને ઇન્ફેક્શન હતું

સુરતના ફટાકડાવાડી ખાતે રહેતી બિલ્કીશ બાનુ ગની શેખની પ વર્ષીય દિવ્યાંગ પુત્રીના મોત ની ઘટનામાં બાળકીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતુ,પોસ્ટ માર્ટમ અને તપાસ પછી એ સ્પષ્ટ થઇ ગયું છે કે બાળકીની હત્યા થઇ છે જોકે તેની સાથે રેપ જેવી કોઈ ઘટના નહીં બની આ મામલે ચોક બજાર પો સ્ટે ના પોલીસ ઇન્સ્પેકટર એમ બી ઓસુરા જણાવ્યું હતું કે બાળકી ના ગુપ્ત ભાગે સુજન અને ઇન્ફેક્શન હતું પરંતુ તેની સાથે દુષ્કર્મ થયુ ન હતું. ,જો કે તેની હત્યા પણ તેની માતા બિલકિસ બાનુએ જ કરી હોવાનો પોલીસે ઉમેર્યું હતું..નાની માસૂમ બાળકી દિવ્યાંગ હતી અને તેની સતત સારસંભાળ રાખવી પડતી હતી.ગત રોજ બાળકી બહુજ રડી રહી હતી,ત્યારે માતા બિલકિસબાનુને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણી એ પોતાની માસુમ બાળકી ને પહેલા ઘરની બહાર ઓટલા ઉપર પછાડી દીધી હતી,ત્યાર બાદ ઘરમાં લઈ જઇ ફરીથી પછાડી હતી જેને કારણે બાળકીની પાંસળી તૂટી ગઈ હતી અને પેટમાં અને શરીરે ગંભીરે ઈજાઓ થવાને લીધે તેનું મોત થઈ ગયું હતું.

Advertisement

બાળકી દિવ્યાંગ હોવાથી તેનું સતત ધ્યાન ખ્યાલ રાખવાની જરૂર પડતી હતી

હાલમાં પોલીસ દ્વારા બિલ્કીશની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે,બાળકીને ખેંચની તકલીફની વાત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. શરૂઆતમાં બાળકી ના શરીર પર અને ગુપ્ત ભાગે જે પ્રકારની ઈજાઓ હતી તેને જોઈને ડોક્ટરો પણ રેપની આશંકા વ્યક્ત કરી હતી.બિલકિસ બાનું પહેલા સાસરીમાં જ રહેતી હતી જોકે અઠવાડિયાથી અલગ રહેવા લાગી હતી. બાળકી દિવ્યાંગ હોવાથી તેનું સતત ધ્યાન ખ્યાલ રાખવાની જરૂર પડતી હતી.જેને લીધે તેની માતા બિલકિસ ગુસ્સે થતી જતી હતી અને અગાઉ પણ બે ત્રણ વાર બાળકીને માર માર્યો હતો .

માસુમ બાળકીના મૃતદેહનો પીએમ થયા બાદ તેમજ પોલીસ તપાસ દરમિયાન બાળકીની હત્યા થયાનું સ્પષ્ટ થઇ ગયું છે.જોકે તેની સાથે રેપ જેવી કોઈ ઘટના નહીં બની હતી.બીજી વાત એ છે કે બાળકી ને ગુપ્ત ભાગે ફંગસ હતું.જેની સારવાર પણ ચાલતી હતી અને માતા દ્વારા અવાર નવાર ફંગસ પર પાવડર પણ નાખવામાં આવતું હતું. જેને જોઈને રેપની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી,જોકે એક વાત સમગ્ર ઘટનામાં સામે આવી છે કે,માવતર જ બન્યું કમાવતર,ગુસ્સામાં માતાએ જ માસુમ બાળકીને જમીન પર પછાડીને મોતને ઘાટ ઉતારી નાખી હતી.

Tags :
Advertisement

.