Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 60 હજારના તોડકાંડમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

અમદાવાદ (Ahmedabad) ના દંપતી પાસેથી ટ્રાફિક પોલીસના 3 પોલીસ કર્મીઓએ કરેલા 60 હજારના તોડકાંડ બાદ ગુજરાત હાઇકોર્ટે પોલીસ સામે લાલ આંખ કરી છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કોગનીઝન્સ લીધું છે. હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને આંકડા સાથે રિપોર્ટ આપવાનો...
ahmedabad   60 હજારના તોડકાંડમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી
અમદાવાદ (Ahmedabad) ના દંપતી પાસેથી ટ્રાફિક પોલીસના 3 પોલીસ કર્મીઓએ કરેલા 60 હજારના તોડકાંડ બાદ ગુજરાત હાઇકોર્ટે પોલીસ સામે લાલ આંખ કરી છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કોગનીઝન્સ લીધું છે. હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને આંકડા સાથે રિપોર્ટ આપવાનો પણ આદેશ કર્યો છે અને કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં સંડોવાયેલા છે તે સહિતની તમામ વિગતો આપવા પણ નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે ટ્રાફિક પોલીસે કરેલું આ કૃત્ય અમાનવિય છે.
તમે જાહેરનામાનો ભંગ કર્યો છે અને તમારી સામે ફરિયાદ કરાશે
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાદ પોલીસ સફાળી જાગી છે અને રાત્રે પણ ચેકિંગ શરુ કરાયું છે. દરમિયાન અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા અને તેમના પત્ની બાળક સાથે 25 ઓગષ્ટે રાત્રે અમદાવાદ એરપોર્ટથી ઘેર જઇ રહ્યા હતા ત્યારે એસપી રીંગ રોડ ઓગણજ સર્કલ પાસે પોલીસની ગાડી ઉભી હતી.  સિવીલ ડ્રેસ વાળા વ્યક્તિએ તેમની ગાડી અટકાવી હતી અને પુછ્યું હતું કે અત્યારે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઇવ ચાલે છે. તમે જાહેરનામાનો ભંગ કર્યો છે અને તમારી સામે ફરિયાદ કરાશે.
60 હજાર પડાવ્યા
પોલીસ કર્મીએ મિલનભાઇને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને ઉબેર કારમાં તેમના પત્ની અને બાળક હતા. તમામને અજ્ઞાત જગ્યાએ લઇ જવાયા હતા જ્યાં પોલીસ કર્મીએ તેમની પાસે 2 લાખ માગ્યા હતા. રકઝક બાદ 60 હજાર રુપિયા નક્કી થયા હતા. મિલનભાઇએ એટીએમમાંથી 40 હજાર ઉપાડ્યા હતા જે પૈસા આ પોલીસ કર્મીઓએ લઇ લીધા હતા.  અન્ય 20 હજાર રુપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા લીધા બાદ પોલીસ કર્મીઓએ તેમનો ફોન આપી દીધો હતો.
આ મામલે ફરિયાદ થતાં સોલા પોલીસે ગુનો નોંધી ટ્રાફિક પોલીસના 3 કર્મીઓની ધરપકડ કરી હતી અને તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા.
વિગતવાર રીપોર્ટ આપવા આદેશ
આ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ સામે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરીને ટીપ્પણી કરી હતી કે ટ્રાફિક પોલીસે કરેલું કૃત્ય અમાનવિય છે.  હાઇકોર્ટે 2 ટ્રાફીક પોલીસ અને TRB જવાને દંપતી સામે કરેલ તોડ મામલે નારાજગી વ્યકત કરી છે. અને  અમદાવાદ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. ત્રણેય કર્મચારીઓ સામે લેવાયેલા પગલાં સાથે વિગતવાર રીપોર્ટ આપવા આદેશ કરાયો છે. હાઇકોર્ટે કહ્યું કે કોઈ દંપતી કેબમાં જઈ રહ્યું હોય અને આ પ્રકારે ચેકીંગના નામે બળજબરી કરવી ચિંતાજનક છે.  ૧૧ સપ્ટેમ્બર સુધીમાં પોલિસ કમિશનરને વિગતવાર સોગંદનામુ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.