Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોધરા તરફ જઇ રહેલી મેમુ ટ્રેનના એન્જિન અને 2 કોચમાં આગ લાગતાં દોડધામ

દાહોદ - આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં લાગી આગ એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ દાહોદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી  રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા દાહોદથી આણંદ જઈ રહી હતી ટ્રેન ગુજરાતના...
ગોધરા તરફ જઇ રહેલી મેમુ ટ્રેનના એન્જિન અને 2 કોચમાં આગ લાગતાં દોડધામ
Advertisement
  • દાહોદ - આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં લાગી આગ
  • એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી
  • સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ
  • દાહોદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી 
  • રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
  • દાહોદથી આણંદ જઈ રહી હતી ટ્રેન
ગુજરાતના દાહોદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ-આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગની આગ બે બોગીમાં ફેલાઈ ગઈ હતી. બનાવના પગલે ભારે હોબાળો મચી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સદનસીબે છેલ્લા ડબ્બામાં આગ લાગવાના કારણે બાકીના ડબ્બાઓનો આબાદ બચાવ થયો હતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ મેમુ ટ્રેન દાહોદથી ગોધરા તરફ જઈ રહી હતી.
જેકોટ રેલવે સ્ટેશન પર બની ઘટના
દરરોજની જેમ શુક્રવારે પણ મુસાફરોથી ભરેલી મેમુ ટ્રેન નંબર 09350 સવારે 11.38 વાગ્યે  દાહોદથી 10 કિલોમીટર દૂર જેકોટ પહોંચી હતી. જેકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી મુસાફરો ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક મેમુ ટ્રેનના એન્જિનને અડીને આવેલા પાછળના ડબ્બામાં નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં એસી કોચના એન્જિનની બાજુમાં આવેલા પાર્ટ્સ લીક ​​થઈ રહ્યા હતા, જે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. રેવેલ ડિવિઝનના અધિકારીઓને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દાહોદ ફાયર વિભાગને જાણ કરી તેમને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસ પહોંચી
આગના સમાચાર મળતા જ દાહોદ એ.એસ.પી. સિદ્ધાર્થ પણ પોલીસ કાફલા સાથે જેકોટ ગામ પહોંચ્યા હતા. કલાકોની જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવતાં ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Tags :
Advertisement

.

×