Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કભી 200 સે ઝ્યાદા કભી 35 સે કમ.. ઐ દિલ કી ધડકને.. ઐસે કૈસે જીયેંગે હમ? 

~કશીશ તમને લાઈફમાં એડવેન્ચર્સ કરવા ગમે? જો લાઈફ જ એક એડવેન્ચર હોય.. તો? તમે એક લટકતી તલવાર નીચે જીવી રહ્યા હોય, કોઈ પણ સમયે તલવાર નીચે પડી શકે, એ તલવાર નીચે પડી..સીધી હાર્ટ પર..અને હાર્ટ બહાર.. એન્ડ યુ આર કભી...
કભી 200 સે ઝ્યાદા કભી 35 સે કમ   ઐ દિલ કી ધડકને   ઐસે કૈસે જીયેંગે હમ  
~કશીશ
તમને લાઈફમાં એડવેન્ચર્સ કરવા ગમે? જો લાઈફ જ એક એડવેન્ચર હોય.. તો? તમે એક લટકતી તલવાર નીચે જીવી રહ્યા હોય, કોઈ પણ સમયે તલવાર નીચે પડી શકે, એ તલવાર નીચે પડી..સીધી હાર્ટ પર..અને હાર્ટ બહાર.. એન્ડ યુ આર કભી 200 સે ઝ્યાદા કભી 35 સે કમ.. ઐ દિલ કી ધડકને.. ઐસે કૈસે જીયેંગે હમ?
તમને લાઈફમાં એડવેન્ચર્સ કરવા ગમે? જો લાઈફ જ એક એડવેન્ચર હોય.. તો? તમે એક લટકતી તલવાર નીચે જીવી રહ્યા હોય, કોઈ પણ સમયે તલવાર નીચે પડી શકે, એ તલવાર નીચે પડી..સીધી હાર્ટ પર..અને હાર્ટ બહાર.. એન્ડ યુ આર ડન ફોર ધીસ લાઈફ.. આવી લાગણી તમને મોર ઓફન અનુભવવાય તો?
ટેકીકાર્ડીયા એક એવી હૃદયની બીમારી છે કે જો એ ગળે પડી તો હૃદયના ધબકારા અચાનક જ વધી શકે
એક 6 વર્ષની નાનકડી દીકરી, જીવન શું છે એને ખબર પણ નથી હજી તો..અને એના જીવનમાં આવ્યું એક એડવેન્ચર.. 'ટેકીકાર્ડીયા'.. હીરો કે વિલન? ડેફિનેટલી વિલન.. ટેકીકાર્ડીયા એક એવી હૃદયની બીમારી છે કે જો એ ગળે પડી તો હૃદયના ધબકારા અચાનક જ વધી શકે.. અને આવું ખૂબ થાય..  એ 6 વર્ષની માસૂમ દીકરીને હૃદયના ધબકારા એટલે શું.. એ ખબર હોય? એને જયારે ટેકીકાર્ડીયા ડિટેકટ થયો હશે વિચારો, કેવો અનુભવ હશે.. કહું? ધબકારા જયારે વધી જાય ને એવો અહેસાસ થાય કે હૃદયમાંથી કોઈ પંચ મારી રહ્યું છે.. કોઈ પણ ઘડીએ બહાર નીકળી જશે.. યમરાજ દૂર નથી.. પણ અચાનક જ, ઘણી વાર 20 સેકન્ડમાં, ઘણી વાર 10-15 મિનિટ બાદ, ઘણી વાર 1-2 કલાક બાદ, ઘણી વાર 4-5 કલાક બાદ, ધબકારા નોર્મલ થઇ જાય.. અને આવું ખૂબ થાય.. ડોક્ટરને બતાવવામાં આવે.. ઇકો, કાર્ડિયોગ્રામ અનેક વાર કઢાવવામાં આવે.. બધું આવે નોર્મલ.. તો વાંધો ક્યાં આવે છે? કોઈ ન સમજી શકે ન સમજાવી શકે..
ટેકીકાર્ડીયા હૃદયમાં રક્તના પ્રવાહને માઠી અસર પણ કરે છે
આ ટેકીકાર્ડીયા એટલો સ્માર્ટ વિલન છે.. 2-3 વર્ષની બ્રેક લઇ લે.. તમને લાગે સમસ્યાથી મળી ગયો છુટકારો.. પણ પછી ફરી એક વાર અચાનક કમબેક કરે અને કહી દે.. "પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!" તમને વિચાર આવતો હશે કે આ ટેકીકાર્ડીયા થાય કેમ? હૃદયના ધબકારા અચાનકથી વધે કેમ? ધી આન્સર ઇઝ.. નોર્મલી.. જયારે એન્ઝાઈટી થાય, કોઈ ડર અથવા તણાવ હોય, ઓવરથીન્કીંગ કર્યું હોય, મગજને ખૂબ કષ્ટ પડ્યું હોય, શોક લાગ્યો હોય, ઓવર એકસાઈટમેન્ટ થઇ ગઈ હોય, હોર્મોનલ ચેન્જીસ હોય, હૃદયમાં કોઈ મેજર સમસ્યા હોય.. ઇકો, કાર્ડિયોગ્રામમાં ડિટેકટ થઇ જાય જો હોય તો.. આ ટેકીકાર્ડીયા હૃદયમાં રક્તના પ્રવાહને માઠી અસર પણ કરે છે.  પણ સવાલ હવે એ થાય કે એ 6 વર્ષની દીકરીને એન્ઝાઈટી થાય? તણાવ થાય? ઓવરથીન્કીંગ કરે? હૃદયમાં સમસ્યા હોય તો રિપોર્ટ્સ કેમ નોર્મલ આવે?
ધીસ ડઝન્ટ એન્ડ હિયર.. એ દીકરી ધીરે ધીરે મોટી થાય.. કભી ખુશી કભી ગમ જેવો માહોલ રહે.. ક્યારેક ટેકીકાર્ડીયા 3-3 વર્ષનો બ્રેક લે.. પણ પાછો આવીને મેજરલી હેરાન કરી નાખે.. જયારે જયારે ધબકારા વધે જયારે એવો અહેસાસ થાય કે જીવનની અંતિમ ઘડી આવી ગઈ.. પણ ફરી ધબકારા નોર્મલ થઇ જાય અને જીવનરૂપી ભેટ ફરી મળી જાય પણ ખબર હોય કે આવું ફરી થશે.. થયા કરશે...
અને અચંબિત કરનારી વાત તો એ છે કે જયારે ધબકારા નોર્મલ હોય, ત્યારે કોઈ જ વાંધો ન આવે.. એકદમ ફિટ એન્ડ ફાઈન ટાઈપ લાઈફ લાગે..
એક એપિસોડ એવો હતો કે એ દીકરી જયારે 14 વર્ષની હતી, ત્યારે અચાનકથી અડધી રાત્રે એના હૃદયના ધબકારા વધી ગયા.. ઘરે ઓક્સીપલ્સ મીટર હતું મોનિટર કર્યું તો 200થી વધારે.. બધા આવી ગયા ટેંશનમાં.. ડોક્ટરને કોલ કર્યો, દવા લીધી બે કલાક વીત્યા છતાં કોઈ ફેરફાર નહીં.. એને થયું થોડીક વાર ટીવી જોવે.. ટીવીમાં ફિલ્મ ચાલુ કરી જોત જોતામાં ક્યારે ધબકારા નોર્મલ થઇ ગયા ખબર પણ ન પડી.. શીખવા એ મળ્યું કે કદાચ દવા પણ કામ ન કરે, માઈન્ડ ડાઇવર્ટ કરવું એ ટેકીકાર્ડીયા સામે મજબૂત શસ્ત્ર છે.
ટેકીકાર્ડીયા + બ્રેડીકાર્ડીયા..
વર્ષો વીત્યા.. આ ઈશ્યુ 17 વર્ષ જૂનો થયો.. ટ્વીસ્ટ એ આવ્યો કે પહેલા તો ધબકારા વધતા.. હવે ઘટવા પણ લાગ્યા.. ટેકીકાર્ડીયા + બ્રેડીકાર્ડીયા.. વધે તો 160 ઉપર જાય ઘટે તો 40 નીચે જાય.. મિનિમમ ધબકારા 34 થઈને પછી થોડાક સમયમાં ફરી નોર્મલ થયા.. ઘણી વાર કારણ એન્ઝાઈટી, ઓવરથીન્કીંગ રહ્યા, હોર્મોનલ ચેન્જીઝ મેજર રીઝન રહ્યા, પીરિયડ્સના સમયે તો બાકાયદા ધબકારામાં મેજર ડિસ્ટર્બન્સ રહે.. અને અપગ્રેડેશન એવું આવ્યું કે પરિસ્થિતિ વણસે તો હવે એ અનકૉન્શિયસ પણ થઇ જતી.. પહેલા તો ઊંડા શ્વાસ, માઈન્ડ ડાયવર્ડ કરીને લડત લડી શક્તિ, અનકૉન્શિયસ થઇ જાય તો સિચ્યુએશન સ્ટેબલ કેવી રીતે કરવી? ન દવા કામ કરે, દુઆ કોણ માંગે! એવી સ્થિતિમાં.. વોટ શી ડિસાઇડેડ વોઝ અમ્મેઝિંગ..
ખબર ન હોય કે કોઈ ધોખો આપશે અને એ ધોખો આપે ત્યારે દુઃખ થાય. પણ ખબર જ છે કે ધોખો મળશે જ હાર્ટ પાસેથી એક દિવસે.. તો દુઃખી થઈને પણ શું કરવાનું.. જીવન કેટલું છે..જીવન કેવું છે.. આ બધું વિચારવા કરતા જીવન છે.. જીવીએની માનસિકતા રાખવાનું એણે શરુ કર્યું.. 'હર પલ યહાં જી ભર જિયો, જો હૈ સામા.. કલ હો ના હો..' આ ટેગલાઈન સાથે જેટલી લાઈફ છે એટલી જીવવી.. અને ટેકીકાર્ડીયાને કદી એક હર્ડલ સમજીને બેસી ન રહેવું એ નક્કી કર્યું. ધબકારા વધે છે, ઘટે છે..ઓકે.. નોર્મલ થાય એટલે બેક ટૂ વર્ક વળી માનસિકતા સાથે જીવવાનું નક્કી કર્યું. હૃદય બગડેલું છે એટલે કામ બગડે એ એને કદી નથી ગમ્યું. ટેકીકાર્ડીયાને વિલન ન માનીને, એક મિત્ર માનીને એની સાથે જીવવાનું શરુ કરી દીધું છે. પણ એવું નહીં કે પરિસ્થિતિથી હારીને બેસી જવું.. એ સતત મહેનત કરે છે કે બે ટેકીકાર્ડીયાક અટેક વચ્ચેનો ગેપ વધારે.. અને મહેનત સફળ પણ થઇ.. એ પહાડો ચડી જાય, સીડીઓ ચડે, એ તમામ વસ્તુ કરે જે એક ટેકીકાર્ડીયાક કરતા પેહલા 100 વાર વિચારે..અને એને વાંધો પણ ન આવે.. મોટી થઇ પછી ઈશ્યુ રોજનો થયો હતો.. રોજથી વીકમાં અમુક વાર..મહિનામાં અમુક વાર સુધીની પ્રોગ્રેસ કરી છે એન્ડ ધી વર્ક ઇઝ સ્ટીલ ઈન પ્રોગ્રેસ.. એ લકી છે એની લાઈફના મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સતત સહકાર એને મળ્યો છે અને એના ઈશ્યુથી કોઈને કોઈ ઈશ્યુ નથી.. FYI.. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 1,00,000 લોકોમાં 35 કેસ ટેકીકાર્ડીયાના નોંધાય છે..
Advertisement
Tags :
Advertisement

.