અમદાવાદ : કાળઝાળ ગરમીએ કર્યો પાણીજન્ય રોગચાળામાં વધારો, સૌથી વધુ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ડર પણ સેવાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ઝાડા-ઉલટીના 300થી વધુ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે હજુ કેસોમાં વધારો થયા તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, ઝાડા-ઉલટીના 300 થી વધુ, ટાઈફોઈડના 150 થી વધુ અને કમળાના 60 થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુંના 15 અને મલેરિયાના 35 કેસ નોંધાયા છે. કેસો વધવાના કરને મ્યુનિ. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું છે.
AMC આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે પાણીની લગતી બીમારીઓમાં પણ વધારો થયો છે. ગરમીને ધ્યાનમાં રાખીને BRTS, AMTS ના સ્ટેન્ડ પર ORS ના પેકેટ મૂકવામાં આવ્યા છે. તે સિવાય બપોરના સમયે બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જ્યાં પણ પાણીની ફરિયાદ આવી રહી છે ત્યાં પાણીમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે. પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં પોલીસ કર્મચારીના પુત્રએ UPSC માં ડંકો વગાડ્યો, જુઓ VIDEO