Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : અયોધ્યાથી શૂરું કરાયેલ કળશ યાત્રા સુરત ખાતે પહોંચી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત

અહેવાલ - આનંદ પટણી  આગામી દિવસોમાં ભવ્યાતી ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે જઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દરેક શહેરોમાં કળશ યાત્રા પહોંચે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે અને દરેક શહેરોમાં આ કળશ યાત્રા પહોંચી રહી...
surat   અયોધ્યાથી શૂરું કરાયેલ કળશ યાત્રા સુરત ખાતે પહોંચી  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
અહેવાલ - આનંદ પટણી 
આગામી દિવસોમાં ભવ્યાતી ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે જઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દરેક શહેરોમાં કળશ યાત્રા પહોંચે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે અને દરેક શહેરોમાં આ કળશ યાત્રા પહોંચી રહી છે. કળશ યાત્રાના સ્વાગતની સાથે તેને દર્શન માટે પણ મૂકવામાં આવી છે.
500 વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા માટે જઈ રહી છે, ત્યારે આરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ આયોજન અંતર્ગત હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે કળશનું પૂજન અને ભક્તો કળશના દર્શન કરી શકે તે માટે આ કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરતી સુરત ખાતે આવી પહોંચી હતી.
સુરત શહેરના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કળશને બે દિવસ માટે રામભક્તોના દર્શન માટે મૂકવામાં આવનાર છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરીને ફરી પાછી અયોધ્યા પહોંચશે. આ કળશ યાત્રામાં કળશમાં વિવિધ નદીઓના જળ એકત્ર કરવામાં આવે છે, આ તમામ નદીઓમાંથી એકત્ર કરેલું જળ અયોધ્યા પહોંચાડવામાં આવશે.
સુરત ગુરુકુળ ખાતે આ કળશ યાત્રાનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું, ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કળશને ફરતે એક કળશની આકૃતિ રચવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી રામ પણ માનવ સાંકળથી લખવામાં આવ્યું હતું. ગુરુકુળ દ્વારા ભવ્યાથી ભવ્ય રીતે આ કળશનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. હવે બે દિવસ સુધી આ ગુરુકુળમાં આ કળશ દર્શન માટે રહેશે અને ત્યારબાદ આ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરશે.
જાન્યુઆરી 18 સુધીમાં આ કળશ યાત્રા અયોધ્યા પહોંચશે આ ઉપરાંત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા પણ દરેક ઘરે પહોંચાડવાનું તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યાથી દરેક ઘર માટે અક્ષત પણ મોકલવામાં આવ્યા છે. આ અક્ષત લોકો પોતાના ઘરે પૂજામાં અથવા તો કબાટમાં લક્ષ્મી સાથે મૂકી શકે.
Advertisement
Tags :
Advertisement

.