Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત બન્યું ક્રાઇમ સિટીનું હબ, કાકા દ્વારા જ કારાઈ ભત્રીજાની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

અહેવાલ : આનંદ પટણી સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 19 એપ્રિલના રોજ ઉધના રેલ્વે સ્ટેશન નજીક એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાકા દ્વારા જ ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે....
સુરત બન્યું ક્રાઇમ સિટીનું હબ  કાકા દ્વારા જ કારાઈ ભત્રીજાની હત્યા  પોલીસે તપાસ હાથ ધરી

અહેવાલ : આનંદ પટણી

Advertisement

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 19 એપ્રિલના રોજ ઉધના રેલ્વે સ્ટેશન નજીક એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાકા દ્વારા જ ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતને ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સુરત હવે ક્રાઈમ સીટી બનવા તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં હત્યા, મારામારી, ચોરી જેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહત્વની વાત એ પણ છે કે સુરત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે અને તેમના હોમ ટાઉનમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનની સામેના રોડ પર 19 એપ્રિલના રોજ બપોરના સમયે એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં અનિલ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. અનિલ નામનો વ્યક્તિ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. અનિલ ઉધના વિસ્તારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે બે વ્યક્તિઓ રાજુ જગદેવ અને સુરેશ જગદેવ બંને અનિલ પાસે આવ્યા હતા અને અનિલને ચપ્પુ માર્યું હતું. આ ઘટનામાં અનેને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું.

આ બાબતે પોલીસ દ્વારા અનિલના સંબંધીઓનું નિવેદન લઇ સમગ્ર મામલે ફરિયાદ લેવામાં આવી છે અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ હત્યાની ઘટના બની હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરીને અનિલની હત્યા કરનારા બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરે છે.

Advertisement

આ પણ વાંચો : કોંગ્રેસ સભ્યની એન્ટ્રી થતાં કાલાવડ તાલુકા ભાજપમાં ભંગાણ, 25 આગેવાનોએ ઘરી દીધા રાજીનામાં

Tags :
Advertisement

.