Surat : સંભવિત વાવાઝોડાને લઈને અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ્દ, તંત્ર એલર્ટ
વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. પાંચ દિવસ વાદળછાયા વાતાવરણની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા અપીલ કરાઇ છે. જો કે સંભવિત વાવાઝોડાને કારણે ડુમ્મસ અને સુંવાલી બીચ ઉપર હાલ સુધી કોઈ પણ જાતની કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.
મુખ્ય મથક નહી છોડવા આદેશ
આજથી પાંચ દિવસ દ. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે સરકારી અધિકારીઓને મુખ્ય મથક નહીં છોડવા ક્લેક્ટર એ આદેશ કર્યો છે. વાવાઝોડાને લઈને તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય તમામ અધિકારી અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે પોરબંદરથી 900 કિલોમીટર દૂર દરિયામાં હતું. હાલના તબક્કે આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાતમાં ખાસ કોઈ અસર જોવા નહીં મળે. પરંતુ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
માછીમારોને સુચના
વાવાઝોડને કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સુરત જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટરે સરકારી અધિકારીઓને મુખ્ય મથક નહીં છોડવા સૂચના આપી છે. આ ઉપરાંત 7 થી 14મી જુન સુધી માછીમારોએ દરિયો નહીં ખેડવા તંત્રે અપીલ કરી છે. સાથે જ જે માછીમારો દરિયામાં ગયા છે તેઓને તાત્કાલીક પરત ફરવા આદેશ કરાયો છે.
વરસાદની આગાહી
બિપરોય વાવાઝોડું ગુરુવારે સાંજે જે ઝડપે આગળ વધી રહ્યું હતું તે જોતાં દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર આગામી 11 અને 12મી જૂનના રોજ જોવા મળી શકે છે. આમ તો 9 મીને શુક્રવારથી નવસારી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે સુરતમાં 10 મીને શનિવાર થી ચાર દિવસ વરસાદ પડી શકે છે.
તંત્ર એલર્ટ
પરંતુ વાવાઝોડા ની સુરતમાં અસર નહિ હોવાને લીધે હાલ સુરતના એકપણ બીચને બંધ કરવાનો નિર્ણય લેવાયો નથી સાથે જ ગામોને પણ એલર્ટ કરાયા નથી.જો કે આગામી દિવસમાં વાવાઝોડાની સાથે પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂર જણાશે તેવા દરિયા કાંઠા ના ગામોને એલર્ટ કરવા સાથે બીચને બંધ કરવા નિર્ણય લેવાશે. હાલના તબક્કે તો અધિકારીઓને મુખ્ય મથક નહીં છોડવા આદેશ જારી કરાયો છે અને તમામ ને ચિંતા કરવાની કોઈ જરૂર નહિ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
અહેવાલ : રાબિયા સાલેહ, સુરત
આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડા વખતે આ બાબતોનું ધ્યાન રાખો…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.