Surat : સુરતમાં પાર્કિંગ મુદ્દે ઝઘડો થતા 5 શખ્સોએ બે સગાભાઈઓને છરીથી રહેંસી નાખ્યા, પોલીસે કરી અટકાયત
ગુજરાતમાં નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગઈકાલે મહાઅષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બન્ને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખસો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં બન્ને ભાઈને 4થી 5 શખસે છરીથી રહેંસી નાખ્યા હતા. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બન્નેનાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે 3 શખસની અટકાયત કરી લીધી છે.
મહત્વનું છે કે, અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં આઠમને લઈને ઉત્સાહભેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આયોજનના કારણે લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને પાર્કિંગને લઈને ગરબા રસિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગઈકાલે મહાઅષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બન્ને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખસો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો.
મળતી જાણકારી અનુસાર, પાર્કિંગ બાબતે ઝઘડો એટલો વધી ગયો કે બે સગાભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બન્નેનાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે 3 શખસની અટકાયત કરી લીધી છે.
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મારા બન્ને દીકરા ગરબા રમતા હતા, ત્યારે ગાડીને સાઈડમાં હટાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો પતી ગયા બાદ એ લોકો ચાલ્યા ગયા હતા. પરંતુ અડધી કલાક બાદ તે લોકો પાછા આવ્યા હતા અને અંધારામાં લઈ જઈ મારા નાના દીકરાને પેટમાં છરી મારી દીધી હતી. આથી મારો બીજો દીકરો તેને બચાવવા ભાગતો ગયો હતો. પરંતુ તેને પણ પેટમાં છરી મારી ભાગી ગયા હતા, ચારથી પાંચ શખસો હતો. માત્ર ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતમાં હત્યા કરાઈ છે.
આ પણ વાંચો : Banaskantha : નવમાં નોરતે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, માતાજીએ કરી નંદી પર સવારી