Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ સ્ટોપ હોવા છતા બાયપાસ કરી જતી એસટી બસમાં સ્ટિંગ કરાયુ, ડેપો મેનેજરને ભણાવાયો પાઠ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલને બાયપાસ કરી અંદાજે બસ્સોથી વધુ બસો બાયપાસ દોડી રહી છે,જેને લઇને છેલ્લા એક સપ્તાહથી ધારાસભ્ય કાર્યાલય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે ઝુંબેશ ચલાવાઇ રહી છે. જામજોધપુર ડેપોની બસો ગોંડલ સ્ટોપ હોવા છતા થોભતી નથી જેથી...
ગોંડલ સ્ટોપ હોવા છતા બાયપાસ કરી જતી એસટી બસમાં સ્ટિંગ કરાયુ  ડેપો મેનેજરને ભણાવાયો પાઠ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

ગોંડલને બાયપાસ કરી અંદાજે બસ્સોથી વધુ બસો બાયપાસ દોડી રહી છે,જેને લઇને છેલ્લા એક સપ્તાહથી ધારાસભ્ય કાર્યાલય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે ઝુંબેશ ચલાવાઇ રહી છે. જામજોધપુર ડેપોની બસો ગોંડલ સ્ટોપ હોવા છતા થોભતી નથી જેથી ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજા,જીતુભાઇ આચાર્ય, જશ્મીનભાઇ ધડુક, રવિભાઇ સોલંકી સહિતે સ્ટીંગ ઓપરેશન હાથ ધરી ગોંડલ થી વિરપુર બસસ્ટેન્ડ પંહોચી જામજોધપુર થી સેંજલી જતી એક્સપ્રેસ બસમાં પેસેન્જર તરીકે બેઠા હતા.

Advertisement

રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલની ટીકીટ માંગતા કંડક્ટર બાલુભાઇ કરમટાએ ગોંડલ બસસ્ટેન્ડને બદલે બાયપાસની ટીકીટ આપતા રાજેન્દ્રસિંહ જાડેજા,જીતુભાઇ આચાર્ય સહિતના આગેવાનોએ ગોંડલ બસસ્ટેન્ડમાં બસ કેમ નહી જાય તેવુ પુછતા કંડક્ટરે અમારા ડેપો મેનેજરની સુચના છે તેવુ કહેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જામજોધપુરના ડેપો મેનેજર એસ.મોમીન સાથે ગોંડલ સ્ટોપ હોવા છતા શા માટે બસ થોભતી નથી વધુંમા આ અંગે રાજકોટ વિભાગીય નિયામકે સુચના પણ આપી હોવાનુ કહેતા ડેપો મેનેજર મોમીન લાજવા ને બદલે ગાજવા લાગી રાજેન્દ્રસિંહને એવુ કહ્યુ કે ગોંડલ થોભવુ કે ના થોભવુ એ મારી ઇચ્છા તમે કે કોઈ ધારાસભ્ય મને કંઇ કહી ના શકે.

Advertisement

આવો તોછડો જવાબ મળતા ઉગ્ર બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટ વિભાગીય નિયામક કલોત્રાને મોબાઇલ કરી ડેપો મેનેજર મોમીનની આડોડાઈ અંગે જાણ કરતા કલોત્રાએ તુરંત જામજોધપુર ડેપો મેનેજર મોમીનને ગોંડલ સ્ટોપ માટે કડક સુચના આપતા આખરે મોમીને બસ ડ્રાઇવર અરવિંદ જલુને ગોંડલ બસસ્ટેન્ડ પર બસ લેવા સુચના આપતા અંતે જામજોધપુર સંજેલી બસ ગોંડલ બસસ્ટેન્ડ પંહોચી હતી.ચાલુ બસે સ્ટીંગ ઓપરેશન કરાયુ હોય બસમાં બેઠેલા પેસેન્જરો પણ અચંબીત થયા હતા.ખુબી ની વાત એ હતી કે બસના બોર્ડમાં ગોંડલ લખેલુ હતુ પણ ચેકી નંખાયુ હતુ.

બીજુ જેતપુરનું નામ ના હોવા છતા જેતપુર બસસ્ટેન્ડમાં સ્ટોપ અપાયો હતો.ડ્રાઇવર કંડક્ટર અને કેટલાક ડેપો મેનેજરની આડોડાઇને કારણે ગોંડલ ને ખુલ્લો અન્યાય થઈ રહ્યાનું રાજેન્દ્રસિંહ દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશન દ્વારા બહાર આવ્યુ હતુ.બાદમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્ય ગીતાબા જાડેજાના કાર્યાલયે પંહોચી વાહનવ્યવહાર મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ બનાવ અંગેની જાણ કરી હતી

Tags :
Advertisement

.