Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર જનતાની ખાસ નજર, જાણો ક્યાથી કોણ છે મેદાને...
Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, કેટલાક ખાસ પરિબળોને કારણે આ ગુજરાત (Gujarat)ની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહીં છે.
વાઘોડિયા બેઠકની પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કનુભાઈ ગોહિલ વચ્ચે સીધો જંગ
તમને જણાવી દઇએ કે, વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો હતો. બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદાવાર ચિરાગ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણીના મેદાને છે. આ સાથે વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર સી.જે.ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ ચૂંટણી લડ્યા છે. તો વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરવામાં આ તો ભાજપના ઉમેદાવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કનુભાઈ ગોહિલ વચ્ચે સીધો જંગ જામેલો છે. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ જામેલો છે. આ સાથે સાથે માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણી જે ભાજપના ઉમેદાવાર છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું
નોંધનીય છે કે, માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.