Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા, ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે 2 થી 3 ઈંચ વરસાદ

Gondal: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની અગાહીને પગલે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. ગોંડલ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ સવારથી સાંજ સુધીમાં માત્ર વરસાદી ઝાપટાથી...
ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા  ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે 2 થી 3 ઈંચ વરસાદ

Gondal: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની અગાહીને પગલે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. ગોંડલ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ સવારથી સાંજ સુધીમાં માત્ર વરસાદી ઝાપટાથી લોકોને સંતોષ માનવો પડ્યો હતો.

Advertisement

ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

ગોંડલ પંથકમાં બપોરબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, પંથકમાં દેરડી(કુંભાજી) ધીમીધારે 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે વીંઝીવડ ગામે ધોધમાર 3 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત વાસાવડ, મોટી ખીલોરી, રાણસીકી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે લોકોએ અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત અનુભવી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને નદીમાં પુર

ગોંડલ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજરોજ પણ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાલુકાના વીંઝીવડ ગામે ગાજવીજ સાથે ધોધમાર 3 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા ગામમાંથી પસાર થતી કમોતડી નદીમાં પુર આવ્યું હતું. આ સાથે અનેક નાના મોટા વોકળા અને ચેકડેમો છલોછલ ભરાય જવા પામ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Advertisement

અંડરપાસ નીચે પસાર થતા રાહદારીઓ નીચે પટકાયા હતા

ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા હતા. ત્યારે શહેરના ખોડિયાર નગર પાસે આવેલ અંડરપાસ નીચે વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે અંડરપાસ પાસે રોડ પર પડેલ ખાડામાં અનેક રાહદારીઓ બાઈક ચાલકો નીચે પટકાયા હતા. ગોંડલના રાહદારીઓ પોતાના જીવ ના જોખમે આ અંડરપાસ પસાર કરી રહ્યા છે. અંડરપાસ નીચે પસાર થતા મહિલાઓ, બાળકો, વૃધ્ધો નીચે પટકાયા હતા. તેમજ એક રીક્ષા ખાડા ફસાતા રિક્ષામાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટી જવા પામ્યો હતો. ત્યારે અંડરપાસ નીચે પસાર થતા અનેક રાહદારીઓને અકસ્માતમાં ઇજાઓ પહોંચે તેવી સ્થિતિ સર્જાવા પામી હતી. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાતા લોકોમાં રોશની લાગણી ફેલાઈ હતી.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Surat: એસટી બસે રાહદારીને લીધો અડફેટે, યુવકનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો: Ahmedabad: પરિવારે કર્યું પોતાની જ દીકરીનું અપહરણ! યુવતી પુખ્ત વયની હતી છતાં પણ…

આ પણ વાંચો: રાજકીય હુંસાતુંસીમાં ફસાય છે ખોડલધામ: જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામસામે

Advertisement
Tags :
Advertisement

.