Junagadh : વંથલીમાં શાળાની છત ધરાશાયી થઈ, ચાર વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત
જૂનાગઢના વંથલી ગામે વંથલી કન્યા વિદ્યાલયની નળીયાવાળી છત ધરાશાયી થઈ હતી, શાળામાં રીસેસ દરમિયાન છતના નળીયા અચાનક ધરાશયી થતાં ચાર વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલીક સારવાર અર્થે વંથલી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે બે વિદ્યાર્થીનીઓને એક્ષરે માટે જૂનાગઢ મોકલવામાં આવી હતી.
નળીયાવાળી છત ધરાશયી
વંથલી ગામે આવેલી કન્યા વિદ્યાલય સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કુલ છે જેમાં ચાલુ શાળાએ રીસેસ દરમિયાન અચાનક રવેશની નળીયાવાળી છત હતી તેમાથી નળીયા તુટીને નીચે પડ્યા હતા જેમાં ચાર વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત બની હતી. આ કન્યા વિદ્યાલયનું મકાન જુનવાણી મકાન છે અને શાળાના ઓરડાની ઉપરના ભાગે રવેશ છે જેમાં નળીયાવાળી છત છે જેમાં લાકડા ઉપર નળીયા ગોઠવીને છત બનાવાય હતી તે નળીયા અચાનક ધરાશયી થયા હતા.
તંત્ર દોડતું થયું
અચાનક બનેલી ઘટનાથી વિદ્યાર્થીનીઓ હેબતાઈ ગઈ હતી અને ઘટનાની જાણ થતાં વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ પણ દોડતું થયું હતું અને જૂનાગઢ થી તાત્કાલીક અસરથી એજ્યુકેશન ઈન્સ્પેક્ટર પણ વંથલી ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગે તપાસ કરી હતી. શાળામાં નળીયા ધરાશયી થવાની ઘટના બાદ તંત્ર જાગ્યું હોય તેમ મામલતદાર દ્વારા સૂચના આપીને જર્જરીત ભાગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે સવાલ થાય કે તંત્ર શું દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું. જો શાળાની ઈમારતમાં કોઈ ભાગ જર્જરીત હતો.
ઘટના બાદ અનેક સવાલો
આ અંગે અગાઉ કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, શું શાળાના સંચાલન કરનાર આચાર્યએ શિક્ષણ વિભાગને આ અંગેની કોઈ જાણ કરી હતી, સ્થાનિક નગરપાલિકા કે જવાબદાર તંત્ર જર્જરીત ઈમારતો અંગે તકેદારી નથી લેતા હાલ તો વિદ્યાર્થીનીઓ માત્ર ઈજાગ્રસ્ત થઈ છે પરંતુ શું તંત્ર કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હતું.
અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ
આ પણ વાંચો : આયુષ્માન કાર્ડની લાભ મર્યાદામાં કરેલો વધારો લાગૂ, અત્યાર સુધીમાં રાજ્યમાં આટલા ક્લેમ સેટલ થયા, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.