Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરડેરીની ચૂંટણી : ઉમેદવારો મતદારોના આંગણે ટેકેદારો દ્વારા મતદારોને મનાવવાના પ્રયાસ

સાબરડેરીની ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર એ જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધુ છે ત્યારે સોમવારથી ચૂંટણી લડવા માંગતા સહકારી અગ્રણીઓએ તેમના ટેકેદારો અથવા તો સાથીદારોના માધ્યમથી પ્રાંત કચેરીમાંથી ઉમેદવારી પત્રો લેવાનું શરૂ કરી દીધુ છે. તો બીજી તરફ જે સહકારી અગ્રણીઓએ...
સાબરડેરીની ચૂંટણી   ઉમેદવારો મતદારોના આંગણે ટેકેદારો દ્વારા મતદારોને મનાવવાના પ્રયાસ

સાબરડેરીની ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર એ જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધુ છે ત્યારે સોમવારથી ચૂંટણી લડવા માંગતા સહકારી અગ્રણીઓએ તેમના ટેકેદારો અથવા તો સાથીદારોના માધ્યમથી પ્રાંત કચેરીમાંથી ઉમેદવારી પત્રો લેવાનું શરૂ કરી દીધુ છે. તો બીજી તરફ જે સહકારી અગ્રણીઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કરી દીધો છે તે પૈકીના કેટલાક ઉમેદવારો મતદારોના આંગણે પહોંચી ગયા છે, અને તેમને પોતાની તરફે કરવા માટે વિવિધ પ્રલોભનો આપવાનું શરૂ કરી દેવાયું છે.

Advertisement

સાબરડેરીની નિયામક મંડળના ૧૬ ઝોનના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે 

આ અંગેની વિગત એવી છે કે આગામી તા.૧૦ માર્ચના રોજ સાબરડેરીના નિયામક મંડળના ૧૬ ઝોનના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક ઝોનમાં ચૂંટણી લડવાનું નક્કી કરીને સહકારી અગ્રણીઓએ મતદાર યાદીની ચકાસણી કરીને કેટલાક મતદારોની મુલાકાત લેવા માટે ગુપ્ત સ્થળે બોલાવીને તેમની સાથે વાયદા બજાર જેવા પ્રલોભનો આપીને પોતાની તરફે અંકે કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે.

Advertisement

કેટલાક અગ્રણીઓની આ વખતે બાદબાકી થવાની શકયતા

તો બીજી તરફ વર્ષોથી સહકારી ક્ષેત્રમાં વિવિધ હોદ્દા ભોગવતા કેટલાક અગ્રણીઓની આ વખતે બાદબાકી થવાની શકયતા નકારી શકાતી નથી. પરંતુ એવુ મનાઈ રહયુ છે કે જો ટીકીટ વાચ્છુઓને પક્ષ દ્વારા તેમની ધારણા મુજબ મેન્ડેટ નહીં મળે તો તેઓ પોતે અથવા તો પડદા પાછળ રહીને અન્ય કોઈ ઉમેદવારને ચૂંટણી લડવાશે. જોકે તેના માટે હાલ તો સહકારી અગ્રણીઓ જે સમીકરણોનો અંદાજ કરી રહયા છે તેઓ પણ ગમે ત્યારે પોતાની વિચારસરણી બદલી શકે છે. તે પાછળનું કારણ એ છે કે રાજકારણમાં રહેવુ હોય તો પરિસ્થિતીને અનુકુળ થઈને કયારેક જતુ કરવુ પડે છે.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

Advertisement

આ પણ વાંચો -- Road Accident : આબુરોડ પર કાર ચાલકે 10 થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા

Tags :
Advertisement

.