Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ડમ્પિંગ સ્ટેશનના કારણે લોકોના આરોગ્યનું જોખમ, રજૂઆતો છતાં કાર્યવાહી નહી

કોઈપણ શહેર કે મહાનગરમાં ડમ્પિંગ સાઈટ શહેરથી દૂર હોય છે, રાજ્યમાં આઠ મહાનગરપાલિકા છે, પરંતુ જૂનાગઢ એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેણે શહેરની વચોવચ ડમ્પિંગ સાઈટ બનાવી છે, ડમ્પિંગ સાઈટ હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનું... શહેરની ઐતિહાસિક...
junagadh   ડમ્પિંગ સ્ટેશનના કારણે લોકોના આરોગ્યનું જોખમ  રજૂઆતો છતાં કાર્યવાહી નહી
Advertisement

કોઈપણ શહેર કે મહાનગરમાં ડમ્પિંગ સાઈટ શહેરથી દૂર હોય છે, રાજ્યમાં આઠ મહાનગરપાલિકા છે, પરંતુ જૂનાગઢ એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેણે શહેરની વચોવચ ડમ્પિંગ સાઈટ બનાવી છે, ડમ્પિંગ સાઈટ હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનું... શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની પાછળના ભાગે આવેલી ડમ્પિંગ સાઈટના કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લત્તાવાસીઓ બદબુ થી પરેશાન છે અને તેમના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

Advertisement

જૂનાગઢ શહેરમાં એકત્રિત થતાં કચરાનો નિકાલ ઈવનગર નજીક આવેલી મનપાની ડમ્પીંગ સાઈટ પર કરવામાં આવે છે, ઈવનગર નજીકની ડમ્પીંગ સાઈટ પર કચરો ઠલવાતા પહેલાં શહેરની બહાઉદ્દીન કોલેજની પાછળના ભાગે હાજીયાણી બાગમાં શહેરનો તમામ કચરો એકત્રિત કરવામાં આવે છે, જેથી અહીં એક મીની ડમ્પીંગ સાઈટ ઉભી થઈ ગઈ છે અને શહેરની મધ્યમાં ગંદકીના ગંજ ખડકાય છે પરિણામે આસપાસના રહેવાસીઓ ગંદકીની બદબુ થી પરેશાન થઈ ચુક્યા છે.

Advertisement

જે સ્થળ પર મનપાએ ડમ્પિંગ સાઈટ બનાવી છે ત્યાં અગાઉ મેદાન હતું અને તેમાં પ્રદર્શનો, મેળાઓ અને સર્કસ જેવા મનોરંજક તથા જાહેરસભાઓ જેવા કાર્યક્રમો થતાં હતા, ઉપરાંત બાળકો તથા યુવાનોને રમવા માટે સારૂં એવું મેદાન હતું પરંતુ હવે ડમ્પિંગ સ્ટેશન બની જતાં લોકોની સુવિધા છીનવાઈ ગઈ છે અને ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

આ ડમ્પિંગ સ્ટેશનને દુર કરવા માટે આસપાસના રહેવાસીઓ દ્વારા અનેક વખત મનપામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ડમ્પિંગ સ્ટેશનના કારણે સ્વાભાવિક રીતે કચરાના ઢગલાં થાય અને ચોમાસાંને લઈને કીચડ થાય છે અને ભયંકર દુર્ગંધ આવે છે જેના કારણે લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

ડમ્પિંગ સાઈટ પર ગંદકીના કારણે રખડતાં ઢોર અને શ્વાન નો જમાવડો રહે છે, પશુઓ કચરો ખાઈ છે અને તેમના જીવનું પણ જોખમ રહેલું છે, જો કે આ અંગે મનપા દ્વારા ઠરાવ થઈ ગયો છે પરંતુ તેની અમલવારી થતી નથી, ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા વહેલી તકે ડમ્પિંગ સ્ટેશન હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ

આ પણ વાંચો : અમદાવાદ પાણી પાણી…! શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajkot-કાલાવડ રોડ પર ડોક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

featured-img
Top News

રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

featured-img
અમદાવાદ

Ahmedabad: સલમાન એવન્યુ બાદ વધુ એક ગેરકાયદે બાંધકામ હટાવવા હાઇકોર્ટે આપી મંજૂરી, વાંચો અહેવાલ

featured-img
રાજકોટ

Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ થયુ

featured-img
ગાંધીનગર

Gandhinagar: મકાનની દીવાલ ધરાશાયી થતા 2 ના મોત, એકની હાલત ગંભીર; 7 લોકો કરી રહ્યાં હતા કામ

×

Live Tv

Trending News

.

×