Amreli જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Amreli: ગુજરાત છેલ્લા ઘણા સમયથી ગરમી સહન કરી રહ્યું છે. કારણ કે, ગુજરાતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહીં છે. જોકે, થોડા સમયથી ગરમીથી આંશિક રાહત મળી છે. મળતી જાણકારી પ્રમાણે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ધારી ગીર ગામ્ય બાદ ખાંભા ગીરના ગામડાઓમાં આછો વરસાદ શરૂ થયો છે. ખાંભા ગીરના અનીડા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન
તમને જણાવી દઇએ કે, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. મળતી જાણકારી પ્રમાણે ધારી ગીરના વીરપુર, ગઢીયા ચાવંડ, ઈંગોરાળા, માધુપૂરમાં મેઘરાજાની સવારી આવી છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ આવતા વાતવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગરમીથી રાહત આપવા માટે આવી મેઘરાજાની સવારી
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ભીષણ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ગરમીના કારણે અનેક લોકો બીમાર પણ થઈ રહ્યા છે. આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈને બેઠા હતા. જો કે, અમરેલીના ધારીમાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મેઘરાજાની સવારી આવી છે અને અમરેલીમાં ધારી ગીરના વીરપુર, ગઢીયા ચાવંડ, ઈંગોરાળા, માધુપૂરમાં વરસાદની પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણ કે, ગરમીથી આંશિક રાહત મળતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે, હજી પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહીં છે.
રાજ્યની વધારે વિગતે વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, અસહ્ય ગરમી બાદ કપરાડા તાલુકામાં વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કપરાડા સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ સાથે વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે.