Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે મહંત દિલીપ દાસજી મહારાજને જવાબદારી

સાળંગપુર હનુમાનજીના વિવાદાસ્પદ ભીંત ચિત્રો બાદ નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે હકાલપટ્ટી કરાઇ હતી. હવે તેમના સ્થાને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ (Mahant Dilip Dasji Maharaj)ને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દિલીપદાસજી...
અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે મહંત દિલીપ દાસજી મહારાજને જવાબદારી
સાળંગપુર હનુમાનજીના વિવાદાસ્પદ ભીંત ચિત્રો બાદ નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે હકાલપટ્ટી કરાઇ હતી. હવે તેમના સ્થાને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ (Mahant Dilip Dasji Maharaj)ને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
દિલીપદાસજી મહારાજને ગુજરાતની અખિલ ભારતીય સંત સમિતિની જવાબદારી
અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ નીમવામાં આવ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલદેવાચાર્યાને બનાવવામાં આવ્યા છે જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના  મહંત દિલીપ દાસજી મહારાજને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  દિલીપદાસજી મહારાજને ગુજરાતની અખિલ ભારતીય સંત સમિતિની જવાબદારી આપવામાં આવી છે.
 નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરાઇ હતી
સાળંગપુર વિવાદાસ્પદ ચીત્રો બાદ નૌતમ સ્વામીએ પણ વિવાદીત નિવેદન આપ્યું હતું જેથી નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે હકાલપટ્ટી કરાઇ હતી. હવે તેમની જગ્યાએ દિલીપ દાસજી મહારાજને જવાબદારી સોંપવામાં આવી છે. દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ગાદી પતિ છે..
શું કહ્યું અવિચલદાસજી મહારાજે
બીજી તરફ અવિચલદાસજી મહારાજે કહ્યું કે સનાતન ધર્મ માટે સમાધાન જરૂરી છે. સ્વામિનારાયણ સંતોની સાથે સંપર્કમાં છુ અને સમાધાન માટે પ્રયાસ ચાલુ છે. તેમણે કહ્યું કે  જો સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરે તો નુકશાન થશે અને સનાતન ધર્મમાં સંતો માટે સમાધાન જ વિકલ્પ છે.
Advertisement
Tags :
Advertisement

.