Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT ; ટ્રકે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત,પરિવાર પર આભ ફાટ્યું

અહેવાલ_ રહીમ લાખાણી,રાજકોટ  રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના બે જેટલા બનાવો સામે આવ્યા છે. બે બનાવમાં ત્રણ જેટલી વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર આવેલા માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચેના રસ્તા પર...
rajkot   ટ્રકે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત પરિવાર પર આભ ફાટ્યું

અહેવાલ_ રહીમ લાખાણી,રાજકોટ 

Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના બે જેટલા બનાવો સામે આવ્યા છે. બે બનાવમાં ત્રણ જેટલી વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર આવેલા માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચેના રસ્તા પર બે ભાઈઓ મિસ્ત્રી કામ કરવા જઈ રહ્યા હતા. તે સમયે સવારના દસ વાગ્યા આસપાસ ભાવેશ નારીગરા ને જીતેન્દ્ર નારીગરાનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના બે જેટલા બનાવો
ટ્રક દ્વારા બંને ભાઈઓને એક્ટિવા સાથે અડફેટે લેવામાં આવતા બંને ભાઈઓના મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ મૃતકોની  પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પીએમની કાર્યવાહી પૂર્ણ થતા બંને ભાઈઓની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે.

Advertisement

મળતી વિગતો અનુસાર, બંને ભાઈઓ પરણીત હતા. તેમજ મિસ્ત્રી કામ કરવા માટે બંને ભાઈઓ કોઠારીયા રોડથી માધાપર ચોકડી આવી રહ્યા હતા, તે સમયે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નારીગરા પરિવારના આધાર સ્તંભ સમાન બબ્બે દીકરાઓને એક સાથે ગુમાવી દેતા પરિવારજનોમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. 30 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે જીતના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા હતા. જ્યારે કે મૃતક ભાવેશને સંતાનમાં આઠ માસ તેમજ અઢી વર્ષની બે જેટલી દીકરીઓ છે. આમ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સંબંધિત ઘટના મામલે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ 279, 304(A) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -હિંમતનગર નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા, તંત્ર ઘોર નિંદ્રામાં

Advertisement

Tags :
Advertisement

.