Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રી પહેલા આયોજકો સાથે બેઠક યોજાઇ

અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ શહેરમાં નવરાત્રીની ઉજવણીનું આયોજન પૂર્ણતાના આરે છે, ત્યારે રાજકોટ શહેરમાં શાંતિ પૂર્ણ નવરાત્રીની ઉજવણી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા તમામ ગરબાના આયોજકો સાથે એક મહત્વની મિટિંગ કરી, જેમાં ગરબાના આયોજકોને મુજવતા પ્રશ્નોના પોલીસ...
rajkot   શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રી પહેલા આયોજકો સાથે બેઠક યોજાઇ

અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ

Advertisement

રાજકોટ શહેરમાં નવરાત્રીની ઉજવણીનું આયોજન પૂર્ણતાના આરે છે, ત્યારે રાજકોટ શહેરમાં શાંતિ પૂર્ણ નવરાત્રીની ઉજવણી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા તમામ ગરબાના આયોજકો સાથે એક મહત્વની મિટિંગ કરી, જેમાં ગરબાના આયોજકોને મુજવતા પ્રશ્નોના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જવાબો આપવામાં આવ્યા. રાજકોટ વાસીઓ શાંતિપૂર્ણ રીતે તહેવારની મજા માણી શકે તે માટે તમામ પોલીસ કર્મીની રજા પણ રદ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ સાઉન્ડ સિસ્ટમ બંધ કરવાના નિયમનું પાલન કરાવવા ખાસ સૂચના આપવામાં આવી. તે સાથે ભીડવાળી જગ્યા ઉપર CCTV કેમેરા સતત મોનીટરિંગ અંગે પણ સૂચના આપવામાં આવી છે.

અર્વાચીન દાંડિયાના સિક્યુરિટી અંગે અપાઈ ખાસ સૂચના

Advertisement

અર્વાચીન દાંડિયા રમતા રમતા અથડાવાની સામાન્ય ધટનાનું મોટું સ્વરૂપ ધારણ થતું હોય છે, જેમાં ઘણી વાર ખાનગી સિક્યુરિટી પણ કાયદો હાથમાં લેતી હોય છે. ત્યારે કાયદો હાથમાં લેવાના બદલે જે પણ સમસ્યા છે શાંત પડવાની હોય છે. જરૂર પડે તો તેને સાઈડમાં બેસાડી પોલીસને જાણ કરવી ત્યાર બાદ પોલીસ કાર્યવાહી કરશે અન્ય કોઈ વ્યક્તિ એ કાયદો હાથમાં લેવાની જરૂર નથી તેવી બાબત વિશે પણ પોલીસ દ્વારા જાણ આપવામાં આવેલ છે.

રાજકોટની ગલીઓમાં 590 જગ્યા પર યોજાશે પ્રાચીન ગરબા

Advertisement

રાજકોટમાં આ વર્ષે પણ આખું શહેર ગરબાના તાલે ઝુમતુ દેખાશે. શહેરની ગલીઓમાં 590 જગ્યા ઉપર યોજાશે પ્રાચીન ગરબા અને વધુમાં રાજકોટ શહેરના ચાચર ચોકમાં પણ નાની નાની બાળાઓ માતાજીની આરાધના કરવાની છે, જેમાં પણ આયોજકોને મુજવતા પ્રશ્નો અંગે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસની તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પોલીસ કમિશ્નર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો -- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અલગ – અલગ પાકોની આવક શરૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.