Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot News : જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણ કેસ, કોળી સમાજ તીનબત્તી ચોકમાં ભૂખ હડતાલ પર ઉતર્યા

જેતપુર મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા અભયરાજસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલ સામે સીટી પોલીસ સ્ટેશનના ગુનો નોંધાયો છે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અભયરાજસિંહ ની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા...
rajkot news   જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણ કેસ  કોળી સમાજ તીનબત્તી ચોકમાં ભૂખ હડતાલ પર ઉતર્યા

જેતપુર મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા અભયરાજસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલ સામે સીટી પોલીસ સ્ટેશનના ગુનો નોંધાયો છે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અભયરાજસિંહ ની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, ત્યારે આ બનાવમાં સાથી પોલીસ કર્મચારીના વોટ્સેઅપ ચેટ પણ સામે આવ્યા હતા.

Advertisement

ત્યારબાદ જેતપુર પોલીસે આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ દયાબેનના પિતા શંભુ ભાઈ સરિયાએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે માત્ર એક જ પોલીસ કર્મચારી અભયરાજ સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધતા, કોળી સમાજ દ્વારા અસંતોષ સાથે રોઝ ફેલાયો છે. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે દયાબેન સાથે એનકેન પ્રકારે ચેટિંગ કરનાર મંદિર મનદીપ અને વિપુલ એમ અન્ય બે પોલીસ કર્મચારીઓના નામ પણ બહાર આવ્યા હતા.

Advertisement

પોલીસે બનાવ પર ઢાંક પીછોડો કરવા માટે માત્ર એક જ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધીને કામગીરી કર્યાનો દેખાડો બતાવ્યો છે આ વાતથી નારાજ જેતપુર સહિતના સમસ્ત કોળી સમાજમાં અસંતોષ સ્થાપી નીકળ્યો છે. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી બાકી રહેલા બે પોલીસ કોન્સ્ટેબલનો સામે પણ ગુનો નોંધવામાં ન આવે અને ત્રણેય કસુરબાર પોલીસ મહિનાની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવા માટે શહેરના તીન બત્તી ચોક ખાતે ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે.

એક જ પોલીસ કર્મચારી ઉપર ફરિયાદ નોંધાતા અન્ય બે પોલીસ કર્મચારી સામે પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે કોળી સમાજના આગેવાન ચંદુ ભાઈ મકવાણા અને કોળી સમાજના લોકો દ્વારા ભૂખ હડતાળ કરીને જ્યાં સુધી અન્ય બે પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં નહિ આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે.

Advertisement

અહેવાલ : હરેશ ભાલીયા, જેતપુર

આ પણ વાંચો : Banaskantha News : બનાસની મેઘવાળ સમાજની બહેનોએ હાથથી વણેલી સાડીથી રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયું

Tags :
Advertisement

.