Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને ઝાટકી નાખ્યા, કહ્યું કે - આ બધુ અજાણતા નહીં પરંતુ...

Rajkot: રાજકોટમાં યોજાયેલા સંત સંમેલનમાં મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને આડે હાથે લીધા છે. નોંધનીય છે કે, રાજકોટ (Rajkot)માં એક સંત સંમેલન યોજાયું હતું. જેમાં અનેક સંતો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સંત મોરારિ બાપુ પણ હાજર રહ્યા હતા. મોરારિ બાપુએ...
rajkot  મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને ઝાટકી નાખ્યા  કહ્યું કે   આ બધુ અજાણતા નહીં પરંતુ

Rajkot: રાજકોટમાં યોજાયેલા સંત સંમેલનમાં મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને આડે હાથે લીધા છે. નોંધનીય છે કે, રાજકોટ (Rajkot)માં એક સંત સંમેલન યોજાયું હતું. જેમાં અનેક સંતો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સંત મોરારિ બાપુ પણ હાજર રહ્યા હતા. મોરારિ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના જ તે સંપ્રદાયમાં રહેલા કેટલાક લંપટ સાધુઓને આડે હાથ લીધા હતા. તમને જણાવી દઈએ કે, અત્યારે થોડા દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વીડિયો વાયરલ થયા છે. જેમાં તેમની લંપટલીલાઓ સામે આવી છે. જેથી અત્યારે સમગ્ર સંત સમુદાયમાં રોષ વ્યાપેલો છે.

Advertisement

આ બધુ અજાણતા નહીં પરંતુ જાણી જોઇને કરી રહ્યા છેઃ મોરારિ બાપુ

મોરારિ બાપુએ પણ રાજકોટ (Rajkot)માં યોજાયેલ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે,‘ઘાટ પણ બાંધવો છે, ગંગાનું પાણી પીવું છે, તેમાં નહાવું છે, પાપ પણ ધોવા છે પરંતુ ઘાટને મહાન ગણવો છે અને પોતાને મહાન ગણવા છે. આ બધુ અજાણતા નહીં પરંતુ જાણી જોઇને કરવામાં આવી રહ્યું છે. આપણે આ પરિવર્તન લાવવું જોઇએ.’ વધુમાં મોરારિ બાપુએ કટાક્ષ કરતા કહ્યું કે, ‘અમે અત્યાર સુધી બેઠા બેઠા બોલ્યા એટલે અમુક લોકો ઊભા થયા, હવે અમારો ઊભો થવાનો વારો આવ્યો છે.’

અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાંઃ મોરારિ બાપુ

મોરારિ બાપુ વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે, ‘અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ, અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો.’ વધુમાં કહ્યું કે, ‘જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટ્લે હવે અમારે ઉભુ થવું પડ્યું છે’

Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરવાની માગ

રાજકોટ (Rajkot)માં યોજાયેલા સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ મુદ્દે ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, ‘આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરવાની માંગ કરાઈ છે.’ નોંધનીય છે કે, સ્વામીનારાયણ ગુરુકુલમાં બનેલી ઘટના અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પગલાં લેવા જોઈએ તેવી પણ માગણી કરવામાં આવી છે. સંત મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, ‘સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનતી ઘટનાઓ ન બને તેની તકેદારી સંપ્રદાયના સંતોએ રાખવી જોઈએ.’

સંતોએ પણ આકરા પાણીએ થઈ બાંયો ચઢાવી

નોંધનીય છે કે,સનાતન ધર્મની રક્ષા કારે અત્યારે સમગ્ર સંતો એક મેદાને આવ્યા છે. તેમને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે જે રીતે વિવાદમાં આવ્યો છે. તેમાં અત્યારે સંતોએ પણ આકરા પાણીએ થઈ બાંયો ચઢાવી છે. હમણાં થોડા દિવસ પહેલા જ ના સંતનો વીડિયો વાયરલ થયો હતો. આ પહેલા પણ સનાતન ધર્મને ઠેસ પહોચાડતા કાર્યો સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યા છે, જેને લઈને અત્યારે સંતો એક થયા છે.

Advertisement

આ પણ વાંચો: Tejas: એરફોર્સના વિમાન તેજસનું સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: Gadhada ટેમ્પલ બૉર્ડના ચેરમેન હરિજીવન સ્વામીની દાદાગીરી, સ્વામી પર તકાઇ રહી છે શંકાની સોય

આ પણ વાંચો: Dahod: ચોમાસાના આગમન પહેલા જળસંકટ, રહીશો વેચાતું પાણી લાવવા માટે મજબૂર

Tags :
Advertisement

.