Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ: હાઇકોર્ટની ટકોર બાદ મનપા અને પોલીસ બંને એક્શનમાં

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ એક કહેવત છે સોટી વાગે સમ સમ વિધ્યા આવે ઝમ ઝમ આ કહેવત વિદ્યાર્થી માટે હતી પણ આ કહેવત ગુજરાતની મહાનગરપાલિકાને લાગુ પડે છે.રાજકોટ મહાનગરપાલિકા હાઇકોર્ટની ટકોર બાદ બે દિવસમાં 129 રોડ પર રખડતા પશુઓને...
રાજકોટ  હાઇકોર્ટની ટકોર બાદ મનપા અને પોલીસ બંને એક્શનમાં

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ

Advertisement

એક કહેવત છે સોટી વાગે સમ સમ વિધ્યા આવે ઝમ ઝમ આ કહેવત વિદ્યાર્થી માટે હતી પણ આ કહેવત ગુજરાતની મહાનગરપાલિકાને લાગુ પડે છે.રાજકોટ મહાનગરપાલિકા હાઇકોર્ટની ટકોર બાદ બે દિવસમાં 129 રોડ પર રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક કાર્યરત થાય છે.બે દિવસમાં ૧૨૯ પશુઓ પકડવા આવ્યા હતા. ANCD શાખા દ્વારા તા.૧૭/૧૦/૨૦૨૩ થી તા.૦૧/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૫૨૨ પશુઓ પકડવામાં આવ્યા હતા.

Advertisement

રાજકોટ શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી વધુ અસરકારક રીતે થઈ શકે તેવા હેતુસર વિવિધ સરકારી કચેરીઓ સાથે સંકલન સાધવા તા.૩૦/૧૦/૨૦૨૩નાં રોજ માનનીય મેયરશ્રીનાં અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજવામાં આવી હતી. જેનાં અનુસંધાને પોલિસ કમિશનરશ્રી દ્વારા ૧૫ ટીમોનો કુલ ૮૮ પોલિસ સ્ટાફ ફાળવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ,બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવ્યું છે.રાજકોટ મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ ૬૬ પશુઓ તથા તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ૬૩ પશુઓ શહેરના વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરના પોપટપરા મેઈન રોડ, માધાપર ચોકડી પાસે, રેલનગર મેઈન રોડ, બજરંગવાડી મેઈન રોડ, પરસાણાનગર, ભોમેશ્વર, હંસરાજનગર, કીટીપરા, ૫૩ ક્વાર્ટર, રઘુનંદન સોસાયટી, આઈ.ઓ.સી. ડેપો, રેલવે પ્લોટિંગની બાજુમાં, કડીવાર હોસ્પિટલ પાસે તથા આજુબાજુમાંથી કુલ ૨૧ પશુઓ, હિંમતનગર, રંભામાંની વાડી, શાસ્ત્રીનગર, રૈયાધાર વિસ્તાર, શાંતિનગર ગેઈટ, બંસીધર પાર્ક, ન્યુ બાલમુકુન્દ સોસાયટી, સોમનાથ સોસાયટી, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી કુલ ૨૩ પશુઓ, આનંદ બંગલા ચોક, ખોડીયારનગર મેઈન રોડ, પુનિત ટાંકા પાસે, મુરલીધર ચોક, સ્વામિનારાયણ શેરી નં.- ૫, ગોકુલધામ શેરી નં.- ૫ તથા આજુબાજુમાંથી કુલ ૯ પશુઓ, બેડીપરા, રાજારામ સોસાયટી, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી કુલ ૧૮ પશુઓ, મીલપરા, ગાયત્રીનગર, નાળોદાનગર, રામનાથપરા મેઈન રોડ, કરણપરા કોટક શેરી તથા આજુબાજુમાંથી કુલ ૧૬ પશુઓ, એસ.આર.પી. કેમ્પ., અક્ષર પાર્ક (પ્લોટ), કટારીયા ચોકડીથી મુંજકા ગામ બાજુનો રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તથા આજુબાજુમાંથી કુલ ૮ પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૨૯ પશુઓ પકડવામાં આવેલ છે.વધુમાં તા.૧૭/૧૦/૨૦૨૩ થી ૧/૧૧/૨૦૨૩ સુધીમાં કુલ ૫૨૨ પશુઓ પકડવામાં આવેલ છે.

Advertisement

આ પણ વાંચો -  અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન,વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.