Rain: રાજ્યમાં થયો સર્વત્ર વરસાદ, અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિત અનેક જિલ્લામાં મેઘ મહેરબાન
Rain Update: ગુજરાતમાં અત્યારે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ (Rain) થયો છે. વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના કાલુપુર, દરિયાપુર, શાહપુર, લાલદરવાજા, નવરંગપુરા, આશ્રમ રોડ અને પ્રગતિનગર સહિતાના વિસ્તારમાં વરસાદ થયો છે. અમદાવાદમાં વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, હવામાન વિભાગે વરસાદ (Rain) ની અગાઉ આગાહી કરવામાં આવી હતી. વરસાદી ઝાપટાંને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું.
24 કલાકમાં ક્યા કેટલો વરસાદ | |||
મેંદરડા | 3.5 ઈંચ વરસાદ | જૂનાગઢ | 2.5 ઈંચ વરસાદ |
ખંભાળિયા | 3 ઈંચ વરસાદ | વંથલી | 2.5 ઈંચ વરસાદ |
સંખેડા | 2.75 ઈંચ વરસાદ | કાલાવડ | 2.5 ઈંચ વરસાદ |
સુબીર | 2.5 ઈંચ વરસાદ | બોટાદ | 2 ઈંચ વરસાદ |
તાલાલા | 2.5 ઈંચ વરસાદ | વિસાવદર | 2 ઈંચ વરસાદ |
મુંદ્રા | 2.5 ઈંચ વરસાદ | પાલીતાણા | 2 ઈંચ વરસાદ |
છોટાઉદેપુર જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો
નોંધનીય છે કે, સામાન્ય વરસાદથી અનેક વિસ્તારમાં ભરાયા પાણી હતાં. આઝાદ ચોક તેમજ રામપીર ચોકમાં ભરાયા પાણી હતાં. છોટાઉદેપુર જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો છે. ખાસ કરીને વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી. સંખેડા તાલુકાના અને ખેરવા રેલવે ગરનાળામાં પાણી ભરાયું હતું. રાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે પાણી ભરાયું હતું. પાણીનો નિકાલ કરવામાં રેલવે તંત્ર નિષ્ફળ રહ્યું છે. ખેરવાના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી હતી. પાણીના નિકાલ માટે કોઈ પ્રયાસ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. દર વરસે ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતી હોવા છંતા તંત્ર પ્રિમોનસૂન કોઈ કામગીરી ન કરતું હોવાની ચર્ચા થઈ રહીં છે.
વરસાદી માહોલ યાથવત રહેતા વધુ વરસાદની આશા બંધાઈ
આ સાથે જામનગરમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. નોંધનીય છે કે, ધોધમાર વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયા હતા. વરસાદ આવતાની સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. હજુ પણ વરસાદી માહોલ યાથવત રહેતા વધુ વરસાદની આશા બંધાઈ છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં ફરી એક વખત તોફાની વરસાદ સાથે ત્રણ ઇંચ વરસાદ થયો છે. ખંભાળિયા શહેરમાં રાત્રીના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.
રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું
વરસાદના કારણે ખંભાળિયાના નગર ગેટ, સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રસ્તાઓમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ધક્કા મારવા પડ્યા. રાત્રિના સમયે ખંભાળિયામાં મહેરબાન થયેલા મેઘરાજાએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. નોંધનીય છે કે, રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ માં રેસકોસ રીંગરોડ રૈયા રોડ 150 ફૂટ રીંગ રોડ તૈયાર ટેલિફોન એક્સચેન્જ આઝાદ ચોક મહુડી વિસ્તાર આજીડેમ વિસ્તાર સામા કાંઠા વિસ્તાર સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. સાર્વત્રિક વરસાદને કારણે રોડ પરથી પાણી વહેવા લાગ્યું છે.