Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Protests : TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ

TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ થયો છે. બુધવારે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્યભરમાં જવાનોમાં નારાજગી રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો માનદ વેતનથી ઘણા...
protests   trb જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ
TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ થયો છે. બુધવારે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજ્યભરમાં જવાનોમાં નારાજગી
રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો માનદ વેતનથી ઘણા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશ તાત્કાલિક અસરથી છુટા કરવા તથા છુટા કરેલા ટ્રાફિક બ્રિગેડને ફરીથી નિમણુક ના કરવી તથા ખાલી રહેલી જગ્યા ઉપર નવા સભ્યોની નિમણુક કરવી. આ નિર્ણય સામે રાજ્યભરમાં જવાનોમાં નારાજગી પ્રસરી છે.
 ટ્રાફિક કલીયર કરે છે
શહેરોની ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધતી જતી હોવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં TRB જવાનો પોલીસ સાથે ફરજ બજાવી ટ્રાફિક કલીયર કરતાં હોય છે. વારંવાર ટ્રાફિક સમસ્યાથી ચકકાજામ જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.
અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન 
TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણયના વિરોધમાં આજે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ટીઆરબી જવાનોએ  આવેદન આપી પરિપત્ર પરત ખેંચવાની માગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર હતા.
સુરત જિલ્લા કલેકટરને આવેદન 
બીજી તરફ સુરતમાં પણ  TRBના જવાનોએ પરિપત્રનો વિરોધ કર્યો હતો.  મોટી સંખ્યામાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ એકઠા થયા હતા અને  સુરત જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી મહિલાઓએ કહ્યું કે કોઈ સિંગલ મધર તો કોઈ વિધવા ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજવે છે. આ પરિપત્રથી ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ ઘરે બેસવાનો વારો આવશે.
Advertisement
Tags :
Advertisement

.