Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vibrant Gujarat 2024 : PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, ઉદ્યોગપતિ અને નેતાઓ સાથે કરશે બેઠક

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને લઈ પીએમ મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું...
vibrant gujarat 2024   pm નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે  ઉદ્યોગપતિ અને નેતાઓ સાથે કરશે બેઠક

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને લઈ પીએમ મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યું છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat 2024)નું ઉદ્ઘાટન કરશે.

Advertisement

ગ્લોબલ ટ્રેડ શોએ પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું

વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024) અંતર્ગત યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોએ પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. ટ્રેડ શોમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક્ઝિબિશન થશે. જેમાં 20 દેશોનો 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે.. જેમાં મેક ઈન ગુજરાત અને આત્મનિર્ભર ભારતના 13 જેટલા ખાસ સ્ટોલ હશે. તો ગુજરાતી કંપનીએ તૈયાર કરેલ AI આધારિત રોબોટનું ગુજરાત પેવેલિયનમાં નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ખુલ્લુ મુકશે

પ્રાપ્ત માહિતી મુજબ, PM Modi આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને (Vibrant Gujarat Summit) ખુલ્લુ મુકશે અને PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. PM Modi વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)માં હાજર રહેનાર રાષ્ટ્રના પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.PM મોદીના આગમનને લઈને સુરક્ષાની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફરેવાયું છે. ત્યારે પીએમ મોદીનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે.

Advertisement

10 થી 12 જાન્યુઆરી દરમિયાન સમિટનું આયોજન કરવામાં આવશે

આ પછી, 9 જાન્યુઆરીએ, સવારે 9.30 વાગ્યાની આસપાસ, મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, ત્યારબાદ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. પીએમઓએ કહ્યું કે તેઓ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સમિટની 10મી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે.

પીએમ મોદીનો કાર્યક્રમ
  • 9:10 કલાકે પીએમ PM રાજભવનથી મહાત્મા મંદીર જવા રવાના થશે
  • 9:20 કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે
  • 9:20 થી 9:30 કલાક દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
  • 9:30 થી 10 કલાક સુધી PM મોદી ટીમોર લેસ્ટે ના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે
  • 10:10 થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે PM મોદી
  • 11:45 થી 12:15 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
  • 12:15 થી 12:25 અધિકારીઓ સાથે બ્રિફિંગ
  • 12:25 થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે
  • 1 થી 1:10 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
  • 1:15 કલાકે PM મોદી મહાત્મા મંદિરથી રવાના થશે
  • 1:25 કલાકે રાજભવન પહોંચશે PM મોદી
  • 1:30 થી 2:45 કલાકનો સમય રાજભવનમાં અનામત રાખવામાં આવ્યો છે
  • 2:45 કલાકે PM મોદી રજભવનથી રવાના થશે
  • 2:55 કલાકે PM મોદી પહોંચશે હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર
  • 3 થી 4 કલાક દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે PM મોદી
  • 4:05 કલાકે PM મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાંથી રવાના થશે
  • 4:10 PM મોદી મહાત્મા મંદિરે પહોંચશે
  • 4:10 થી 4:45 કલાકનો સમય મહાત્મા મંદિરમાં અનામત રાખવામાં આવ્યો છે
  • 4:50 કલાકે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે PM મોદી
  • 5:20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
  • 5:30 થી 5:40 UAEના વડાને આવકારશે
  • 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના વડા રોડ શો સ્વરૂપે રવાના થશે
  • 6:10 કલાકે PM મોદી UAEના વડા સાથે હોટલ લીલા પહોંચશે
  • 6:15 થી 8:30 દરમિયાન UAEના વડા સાથે બેઠક, MOU અને ભોજન કરશે PM મોદી
  • 8:30 કલાકે PM મોદી રાજભવન જવા રવાના થશે
  • 8:45 કલાકે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે PM મોદી

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનશે : આયોજક

Tags :
Advertisement

.