Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યનું એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો માનતા પૂર્ણ કરવા આવે છે, જાણો શું છે ખાસ

અહેવાલ : ભાસ્કર જોષી, મોરબી મોરબી જીલ્લામાં એક એવું પોલીસ મથક આવેલું છે જે લોકોને રક્ષણ પૂરું પાડતી પોલીસ માટે પણ રક્ષણ ની દેવી માનવામાં આવી રહી છે આ પોલીસ સ્ટેસન એટલે માળીયા મિયાણા તાલુકા પોલીસ મથક. આ પોલીસ મથક...
રાજ્યનું એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો માનતા પૂર્ણ કરવા આવે છે  જાણો શું છે ખાસ

અહેવાલ : ભાસ્કર જોષી, મોરબી

Advertisement

મોરબી જીલ્લામાં એક એવું પોલીસ મથક આવેલું છે જે લોકોને રક્ષણ પૂરું પાડતી પોલીસ માટે પણ રક્ષણ ની દેવી માનવામાં આવી રહી છે આ પોલીસ સ્ટેસન એટલે માળીયા મિયાણા તાલુકા પોલીસ મથક. આ પોલીસ મથક પર જ શીતળા માતાજીનું નામ લખવામાં આવ્યું છે એટલું જ નહીં પોલીસ મથકના પટાંગણમાં આવેલા આ શીતળા માતાજી.

ધજા પરથી મળે છે આવનારી આફતના સંકેત

Advertisement

અનેક લોકોના આસ્થાના પ્રતિક સમાન છે અનેક લોકો માનતા અને બાધા રાખે છે અને બાધા પૂર્ણ કરવા પણ અહીં લોકો આવે છે. એવી પણ માન્યતા છે કે, આ મંદિરની ધજાને આંટી ચડે એટલે માળીયા પર આફત આવશે તેવો સંકેત મળી જાય છે અને એ આફત સામે લડવાની શક્તિ માતાજીની પૂજા કરવાથી મળે છે આ શીતળા માતાજીને માળીયા મિયાણા પોલીસમથકની દેવી તરીકે પોલીસ કર્મીઓ પૂજે છે.

Advertisement

નવા અધિકારી માતાજીનું પુજન-અર્ચન કરીને જ ચાર્જ સંભાળે છે

મોરબી જીલ્લામાં એક એવું પોલીસ મથક આવેલું છે જ્યાં માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે એટલું જ નહીં અહીંયા શીતળા માતાજીની પૂજા અર્ચના કરી જ થાણાં અધિકારી ચાર્જ સંભાળે છે.વર્ષોથી આ શીતળા માતાજી સાથે સંખ્ય લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અનેક લોકો માનતા પણ માને છે માળીયા મિયાણા પોલીસમથકમાં આવેલા આ શીતળા માતાજીના મંદિરની ધજા મુશ્કેલી આવે એ પહેલાં જ સંકેત આપી દેતા હોવાનું પણ માનવામાં આવે છે જ્યારે મંદિરની ધજાની આંટી ચડે છે ત્યારે કંઈક મુસીબત આવવાની હોય છે આવું લોકોનું માનવું છે તો બીજી બાજુ માળીયા પોલીસકર્મીઓ પણ આ માતાજીના મંદિર પૂરે પુરી શ્રદ્ધા રાખે છે.

350 થી 400 વર્ષ જુનુ મંદિર

એટલું જ નહીં માળીયા પોલીસ મથક પર સૌથી પહેલા ઉપર શીતળા માતાજીનું નામ લખવામાં આવ્યું છે ત્યારે લોકો અને પોલીસ માટે આ મુસબીતની દેવી માનવામાં આવે છે માળીયા પહેલા રાજકોટ જિલ્લાનું છેવાળાનો વિસ્તાર ગણવામાં આવતો હતો જે સમયે વાહન મળવા પણ મુશ્કેલ હતા ત્યારે આ માતાજી અનેક લોકોને રસ્તા પણ બતાવ્યા હોવાની લોક ચર્ચાઓ હાલ ચાલી રહી છે ત્યારે આ શીતળા માતાજીનું આ મંદિર માળીયા પોલીસ માટે રક્ષણ જ નહીં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે ત્યારે માળીયા મિયાણા પોલીસ મથકના પટાંગણમાં આવેલ આ શીતળા માતાજીનું મંદિર 350 થી 400 વર્ષ જૂનું છે અને આ શીતળા માતાજી પ્રત્યે પોલીસ પરિવાર તેમજ અનેક લોકો શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે.

બાધા પૂર્ણ કરવા લોકો આવે છે

અનેક લોકો દૂર દૂરથી આ શીતળા માતાજીની બાધા માનતા પુરી કરવા આવે છે અને માળીયા પોલીસ પણ ભક્તોને જરૂરી મદદ કરે છે ત્યારે માળીયા પોલીસ માટે આ શીતળા માતાજી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક માની તેની પૂજા અર્ચના કરે છે ત્યારે માતાજી પણ માળીયા મિયાણા પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યનું ધ્યાન રાખતા હોય તેવો અહેસાસ હરહંમેશ પોલીસકર્મીઓને થતો રહ્યો છે.

આ પણ વાંચો : જગન્નાથ મંદિરનું રહસ્ય: જ્યાં મૂર્તિમાં ધડકે છે શ્રીકૃષ્ણનું હ્રદય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.