Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PANCHMAHAL : ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની

PANCHMAHAL : અચાનક થયેલા વરસાદના આગમનને લઈ કહેવાતો જગતનો તાત ચિંતિત બન્યો છે. PANCHMAHAL જિલ્લાના ગોધરા, શહેરા સહિત અન્ય તાલુકાના ગામોમાં ખેડૂતો ઉનાળાની ઋતુમાં બાજરી, ડાંગર , તલની ખેતી કરતા હોય છે. જેને હાલ લણવાની કામગીરી ચાલી રહી છે. ત્યાતે...
panchmahal   ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની

PANCHMAHAL : અચાનક થયેલા વરસાદના આગમનને લઈ કહેવાતો જગતનો તાત ચિંતિત બન્યો છે. PANCHMAHAL જિલ્લાના ગોધરા, શહેરા સહિત અન્ય તાલુકાના ગામોમાં ખેડૂતો ઉનાળાની ઋતુમાં બાજરી, ડાંગર , તલની ખેતી કરતા હોય છે. જેને હાલ લણવાની કામગીરી ચાલી રહી છે. ત્યાતે ગત સમી સાંજના સમયે અચાનક આવેલ વાવાઝોડું અને વરસાદના કારણે ખેડૂતો પર રોવાનો વારો આવ્યો છે. વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે બાજરી, તળ અને ડાંગરના પાકને નુકસાન થયું છે સાથેજ ઘાસચારો પલડી જતા હાલ પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.

Advertisement

લણણી કરેલા પાક અને ઘાસચારાને બચાવવા દોડધામ મચી

ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી PANCHMAHAL જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. ગોધરા અને શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા નદીસર,રેણા મોરવા,રામપુરા સહિતના ગામોમાં ખેડૂતોને આ વર્ષે પૂરતા પ્રમાણમાં સિંચાઈ પાણી મળ્યું હતું. જેથી ખેડૂતોએ સારી ઉપજ મળવાની આશાઓ સાથે ઉનાળુ બાજરી, ડાંગર અને તલની ખેતી કરી હતી.હાલ આ તમામ પાક લણવાની તૈયારીઓમાં ખેડૂતો જોતરાયા છે. ત્યાં જ અચાનક વૈશાખ માસમાં અષાઢી માહોલ સમુ વાતાવરણ ઉભું થયું હતું અને ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું વરસ્યું હતું. આ કમોસમી વરસાદથી ખેડુતોમાં લણણી કરેલા પાક અને ઘાસચારાને બચાવવા દોડધામ મચી ગઇ હતી.

Advertisement

જોકે ખેડૂતોના તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હતા અને તૈયાર કરી ખેતરમાં રાખવામાં આવેલો કેટલોક પાક પલળી ગયો હતો.હાલ તલમાં જીવાત પડી જવા ઉપરાંત ઘાસચારો પણ પલળી ગયો છે. સાથે જ હવે ખેતરમાં ઉભો ડાંગરનો પાક છે જે પણ વધુ વરસાદ વરસે તો પલળી ભારે નુકશાન થાય એવી શક્યતા ઓ ખેડૂતો વ્યક્ત કરી નુકશાન અંગે સરવે કરી વળતર આપવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. ખેડુતોના મત પ્રમાણે છેલ્લા પાંચ વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જે ખેડૂતો ની મહેનત અને ખેતી માટે ખર્ચ કરેલા નાણાં ઉપર પાણી ફેરવી રહ્યો છે. જેથી જગતનો તાત કુદરતી આફત સામે લાચાર બની સહન કરી રહ્યો છે.

Advertisement

વાવાઝોડાની અસરને કારણે આંબા પર પણ અસર

કાલોલના વેજલપુર બાગાયત કેન્દ્રમાં 30 એકરમાં પથરાયેલી આંબા વાડીમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. વેજલપુર ખાતે આવેલ કેન્દ્રીય બાગાયતી કેન્દ્રમાં અંદાજીત 3000 થી વધુ આંબાના વૃક્ષ આવેલા છે. જેમાં કેસર, દશશેરી,લંગડા,મલ્લિકા સહિતની પ્રજાતિની કેરીના મોટા વૃક્ષ છે. તેના પર ગત સાંજે આવેલા ભારે પવન અને વાવાઝોડાની અસરને કારણે કેરીઓ આંબા ઉપરથી નીચે પડી ગઈ જતા કેરી વેચાણ લેનાર વેપારી ચિંતિત થયા છે અને સરકાર વળતર આપે એવી વિનંતી કરી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : Chhota Udepur: કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત, મોઢામાં આવેલો કોળિયો છીનવાયો

Tags :
Advertisement

.