Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar: ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા, થઈ ભવ્ય જીત

Porbandar: ગુજરાતમાં પાંચ વિધાસભા બેઠકો પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર (Porbandar) વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક...
porbandar  ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા  થઈ ભવ્ય જીત
Advertisement

Porbandar: ગુજરાતમાં પાંચ વિધાસભા બેઠકો પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર (Porbandar) વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર 16096 મત મળ્યા છે, જ્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 13,1854 મત મળ્યા છે. જેથી અર્જુન મોઢવાડિયા 11,5758 મતોની લીડથી જીત્યા છે. આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, નવ રાઉન્ડ બાદ પણ અર્જુન મોઢવાડિયા લીડમાં ચાલી રહ્યાં છે.

Advertisement

અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ રહીં

મતગણતરીમાં આ પાંચેય બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ રહીં છે. અહીં કોંગ્રેસનો પ્રચાર અસરકારક રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી. તમને જણાવી દઇએ કે, આ તમામ બેઠકો પર નેતાઓ આપેલા રાજીનામા બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

Advertisement

અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું

માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

અર્જુન મોઢવાડિયા સામે કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરા જંગના મેદાને હતા

વાગોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે જંગ જામેલો છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધી હતી, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. નોંધનીય છે કે, વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થઈ જવાનું છે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો: Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

આ પણ વાંચો: Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM મોદી RSS મુખ્યાલય પહોંચ્યા, સ્મૃતિ મંદિરમાં હેડગેવાર-ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી

featured-img
જૂનાગઢ

Gujarat : બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો

featured-img
ગુજરાત

VADODARA : આજે પર્વનો 'ત્રિવેણી સંગમ', ભક્તિ-ભાવ સાથે ઠેર ઠેર ઉજવણી

featured-img
મનોરંજન

Swati Sachdeva Controversial Joke : 'શરમજનક!' આવી સ્ત્રીઓ..., રણવીર પછી હવે સ્વાતિ સચદેવાએ પોતાની જ માતા પર અશ્લીલ કોમેડી કરી

featured-img
રાષ્ટ્રીય

Bihar વિધાનસભા ચૂંટણી અંગે મોટું અપડેટ, NDA ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે ચૂંટણી

featured-img
ગુજરાત

VADODARA : સાવલીની ટોરેસીડ કંપનીમાં ભીષણ આગ, કારણ અકબંધ

Trending News

.

×