Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OMG, ઊંધમાં જ હાર્ટએટેક આવતા સુરતમાં 25 વર્ષના યુવાનનું મોત

આકરી ગરમી વચ્‍ચે પણ હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સુરતમાંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સુરતના સચીન વિસ્‍તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીને મોડી રાતે...
omg  ઊંધમાં જ હાર્ટએટેક આવતા સુરતમાં 25 વર્ષના યુવાનનું મોત

આકરી ગરમી વચ્‍ચે પણ હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સુરતમાંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સુરતના સચીન વિસ્‍તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીને મોડી રાતે સૂઈ ગયા બાદ સવારે યુવક જાગ્‍યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો.

Advertisement

મળતી જાણકારી અનુસાર, મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં રહેતો વિજય રામાનંદ શર્મા (ઉં.વ 25) બુધવારે રાત્રે જમીને સૂઈ ગયો હતો. જોકે, બીજા દિવસે જ્યારે મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ નહીં. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

નવી સિવિલમાં તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યુ કે, તેનું એટેક આવતા મોત થયાની શકયતા છે. પણ તેના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ જાણવા મળશે. તેના પિતા વતનમાં ખેતી કામ કરે છે. જયારે તે મજુરી કામ કરતો હતો.

Advertisement

આ પણ વાંચો : કચ્છમાં એક કરોડની કિંમતનું  એમ્ફેટામાઇન ડ્રગ્સનું પેકેટ જપ્ત કરાયુ

Advertisement
Tags :
Advertisement

.