Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

Bharuch: જો તેમે હોટેલ પર જમવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન! અમદાવાદ બાદ હવે ભરૂચ (Bharuch)ની નોવસ હોટેલ (Novus Hotel)માં કાજુના શાકમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વડદલા ગામ નજીક આવેલી નોવસ હોટેલ (Novus...
bharuch  આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ  ક્યાંક દેડકો  ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

Bharuch: જો તેમે હોટેલ પર જમવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન! અમદાવાદ બાદ હવે ભરૂચ (Bharuch)ની નોવસ હોટેલ (Novus Hotel)માં કાજુના શાકમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વડદલા ગામ નજીક આવેલી નોવસ હોટેલ (Novus Hotel)નો બનાવ છે. જ્યા કાજુ સાથે પનીરના શાકમાંથી રેશા નીકળ્યા છે. નોંધનીય છે કે, સમગ્ર મામલે ગ્રાહકે હોટેલ સંચાલકને જાણ પણ કરી હતી. પરંતુ હોટેલ સંચાલકોનું ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન સામે આવ્યું હતું. એક તો તેમનાથી ભૂલ થઈ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે, છતાં પણ હોટલ સંચાલકો ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા છે.

Advertisement

આવી હોટલોમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી થવી જોઈએ

નોંધનીય છે કે, આવી હોટલો કે જ્યા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા થતા હોય ત્યાં આરોગ્ય તંત્રની કાર્યવાહી થવી જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા આવી હોટલોની સઘન તપાસ કરવી જોઈએ અને લાયસન્સ રદ કરી દેવા જોઈએ. કારણે કે, આમના માટે લોકોનું સ્વાસ્થ્ય નહીં પરંતુ પૈસા છાપવા જ મહત્વના છે. નોંધનીય છે કે, આ પહેલા અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી.

દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો

વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ના નિકોલમાં આવેલ દેવી ઢોસા (DEVI DOSA)માં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. અહીં એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે પરિવાર સાથે રાત્રે જમવા ગયા હતા. જમતા જમતા જ્યારે સંભારમાં ઉંદર જોવા મળ્યો હતો. શું આ માલિકો માચે લોકોના સ્વાસ્થ્ય કરતા પૈસા વધારો કિંમતી છે? આખરે શાં માટે આવી બેદરકારી રાખવામાં આવે છે?

Advertisement

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ઘટના

અમદાવાદ સહિત વડોદરામાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવી છે. Balaji વેફર્સની વેફર ખરીદવી એક ગ્રાહકને મોંઘી પડી હતી. કારણ કે, ગ્રાહકે એક વેફરનું પેકેટ ખરીદ્યું હતું પરંતુ પેકેટમાં વેફરના બદલે મરેલો દેડકો(Fried frog from Balaji Wafers) નિકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો, વડોદરાના સ્ટેશન રોડ પર આવેલી જુની અને જાણીતી શ્રી જગદીશ સ્વીટ એન્ડ નાસ્તા હાઉસની ભાખરવડી અખાદ્ય મળી આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. અહીં ભાખરવડી ફુગ વાળી હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું કે પૈસા? નિકોલમાં આવેલ દેવી ઢોસાના સંભારમાં નીકળ્યો ઉંદર

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં માત્ર 24 કલાકમાં હત્યાના બે બનાવ, ત્રણ લોકોના થયા મોત

આ પણ વાંચો: Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો

Tags :
Advertisement

.