Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CABINET MINISTER: નિમુબેન બાંભણીયાને મળ્યું ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

CABINET MINISTER : નરેન્દ્ર મોદી કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેમના મંત્રી મંડળની વાત કરવામાં આવે તો મોદી સરકાર 3.0 માં  નિમુબેન બાંભણીયા ગ્રાહક બાબતો, ખાદ્ય અને...
cabinet minister  નિમુબેન બાંભણીયાને મળ્યું ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય  જાણો તેમની રાજકીય સફર

CABINET MINISTER : નરેન્દ્ર મોદી કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેમના મંત્રી મંડળની વાત કરવામાં આવે તો મોદી સરકાર 3.0 માં  નિમુબેન બાંભણીયા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી (MINISTER ) બનાવવામાં આવ્યા છે. 

Advertisement

ભાવનગર બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો

ભાવનગર લોકસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 19 લાખથી પણ વધુ મતદારો છે.ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. અહિયાં સૌથી વધારે મતદારો અંદાજિત 2 લાખ 95 હજાર જેટલા કોળી મતદારો છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ અને આમ આદમી પાર્ટીએ કોળી ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. ભાવનગર બેઠકના રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભા બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને આ બેઠક પર ભાજપ 1991થી સતત જીતતું આવી રહ્યું છે.

નિમુબેન બાંભણીયાની ભાવનગરમાં જીત

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે નિમુ બાંભણીયા પર વિશ્વાસ મૂક્યો હતો જે હાલ સાચો સાબિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાની સામે નિમુ બામણિયાએ તેમની જીત નિશ્ચિત કરાવી લીધી છે. ભાવનગર લોકસભા બેઠકમાં વિધાનસભાની કુલ સાત સીટ આવે છે. જેમાં બે સીટ બોટાદ જિલ્લાની છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો પર કોંગ્રેસની હાર થઈ હતી. બોટાદથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા જીત્યા હતા. જ્યારે બાકીની છ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી.

Advertisement

ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો

નિમુબેન બાંભણિયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીમાં સભ્ય, રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી તરીકે 2022થી છે. સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારુલ સોસાયટીમાં ઉપપ્રમુખ છેલ્લા 20 વર્ષથી હોવાને પગલે સમૂહ લગ્નનું આયોજન કરે છે. ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં સભ્ય છે. એંડ બીજી તરફ હતા આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

આ પણ  વાંચો - Modi Cabinet :ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

આ પણ  વાંચો- Modi Government 2.0 ના તે 20 દિગ્ગજ ચહેરાઓ, જેમને આ મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે!

આ પણ  વાંચો મોદી 3.0 કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બનશે, જાણો કોણ છે TDP સાંસદ રામ મોહન નાયડુ?

Advertisement
Tags :
Advertisement

.