Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક, રહેણાંકી વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઇ રહી છે. મહુવામાં તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. દે માર વરસાદના કારણે ઓલણ નદીમાં નવા નીર આવ્યા છે. ઓલણ નદીમાં પાણીની ભારે આવક થતાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયું છે. છેલ્લા...
surat   જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક  રહેણાંકી વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઇ રહી છે. મહુવામાં તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. દે માર વરસાદના કારણે ઓલણ નદીમાં નવા નીર આવ્યા છે. ઓલણ નદીમાં પાણીની ભારે આવક થતાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયું છે. છેલ્લા 24 કલાકમાં જ 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે જેને લઈને ઓલણ નદીમાં નવા નીર આવ્યા છે તો વળી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા.

Advertisement

લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

Advertisement

ઓલણ નદી મહુવાના ભગવાનપૂરા ગામમાંથી પસાર થાય છે ત્યારે ઓલણ નદીમાં પાણીની ભારે આવક થતાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સાંબા, કકરિયા સહિત 8 થી વધુ ગામો તરફ જવાનો રસ્તો બંધ થયો હતો. ઓલણ નદી ઉપરનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

Advertisement

મીંઢોળા નદી ગાંડીતૂર

તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળામાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. મીંઢોળા નદી ગાંડીતૂર બની છે મીંઢોળા નદીના પાણી બારડોલી નગરના તલાવડી વિસ્તાર અને ખાડા નગર વિસ્તારમાં ઘુસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો,હાલ બારડોલી વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સ્થળાતર કરી સુરક્ષિત જગ્યાએ આશરો આપવામાં આવ્યો હતો. આ તમામ લોકોને નજીકમાં આવેલ કુમાર શાળામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આશરો આપવામાં આવ્યો હતો જ્યાં સુધી મીંઢોળા નદીના પાણી ન ઓસરે ત્યાં સુધી અહીંયા જ રહેવા અપીલ કરાઇ હતી.

હાલ ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે

ભારે વરસાદ અને બીજું બાજુ મીંઢોળા નદીના પાણી તલાવડી વિસ્તાર અને ખાડા વિસ્તારમાં ઘુસી જતા લોકોના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયું છે.લોકોની ઘરવખરી ને નુકશાન પહોચ્યું છે,તંત્ર દ્વારા સમયસર પહોંચી સાવચેતીના પગલાં ભરતા સદ નસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.ઉલ્લેખનિય છેકે સુરત જિલ્લામાં આગામી ત્રણ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે,સંબધિત અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સુરત જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર માંટે આગામી 24 કલાક ભારે, હવામાન વિભાગની આગાહીથી લોકોમાં મચ્યો ‘હાહાકાર’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.