Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇસ્કોન મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ અપાશે

(અહેવાલ - સંજય જોષી, અમદાવાદ) અમદાવાદ મા ઇસ્કોન મંદિર સકુંલ મા વસવાટ કરતા સાધુ-સંતો ને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ આપવાની કવાયત હાથ ધરવામાં આવી. અમદાવાદ ના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી જશવંત જેગોડા ની સીધી દેખરેખ...
ઇસ્કોન મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ અપાશે

(અહેવાલ - સંજય જોષી, અમદાવાદ)

Advertisement

અમદાવાદ મા ઇસ્કોન મંદિર સકુંલ મા વસવાટ કરતા સાધુ-સંતો ને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ આપવાની કવાયત હાથ ધરવામાં આવી. અમદાવાદ ના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી જશવંત જેગોડા ની સીધી દેખરેખ હેઠળ એલિસબિજ ઝોન મા આવતા ઈસ્કોન મંદિર સકુંલ મા બારકોડ રેશનકાર્ડ માટે ના વિશેષ કેમ્પ નું આયોજન થયું હતું.

વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળશે

Advertisement

એલિસબિજ ઝોન ના મદદનીશ પુરવઠા નિયામક ડોક્ટર કીર્તિ પરમાર અને ઝોનલ ઓફિસર સહદેવસિંહ રાઠોડ ની પુરવઠા વિભાગ ની ટીમ એ નવા બારકોડ રેશનકાર્ડ માટે ની પ્રક્રિયા હાથ ધરી. ઈસ્કોન મંદિર ના કોમ્યુનિકેશન ડાયરેકટર હરેશ ગોવિંદ દાસ એ સકુંલ મા વસવાટ કરતા તમામ સાધુ-સંતો સહિત મંદિર સકુંલ મા રેશનકાર્ડ થી વંચિત તમામ ના નવા બારકોડ રેશનકાર્ડ માટે ના ઉપલબ્ધ પુરાવા ઓના આધારે ફોમઁ ભરાવ્યા હતા. નવા બારકોડ રેશનકાર્ડ થકી સાધુ સંતોને પણ ભારત સરકાર ની આયુષ્યમાન કાર્ડ સહિત ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો આગામી સમય મા લાભ મેળવી શકે તે હેતુ થી આ વિશેષ કેમ્પ નું આયોજન દિવસ દરમ્યાન કરાયું હતું.

Advertisement

અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવા કવાયત

  • વર્તમાન સમયમા શહેર ની નામાંકિત સ્વેચિછક સંસ્થાઓની રજુઆતો ને ધ્યાન મા લઈ ને વધુ મા વધુ જરૂરિયાતમંદ પરિવારો અને પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને આ NFSA યોજના હેઠળ અન્ન સુરક્ષા યોજના મા આવરી લેવાય તેવા ઉમદા હેતુ થી શહેર ની પંદર જેટલી ઝોનલ કચેરી ઓના વિસ્તારોમા રેશનકાર્ડ ધારકો ના ઘરઆંગણે જ આવા NFSA કેમ્પો દિવસ અને રાત્રીના સમયે શ્રમિકો ની અનુકુળતા મુજબ વધુ મા વધુ આયોજન કેમ્પો નું થઈ રહ્યું છે અને આગામી સમય મા અંધજનમંડળ અને અન્ય સંસ્થા ઓમા આશ્રિતો નો આ યોજના મા સમાવેશ કરી શકાય તે માટે ના આયોજનો પણ ગોઠવાઈ રહ્યા છે.

  • રાજ્ય સરકાર ના પુરવઠા વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ વધુ મા વધુ જરુરિયાતમંદ પરિવારો ને આ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવાય તેવા સંનિષ્ઠ પ્રયાસો અમદાવાદ શહેર ના પુરવઠા વિભાગ દ્દારા હાથ ધરાયા છે. જેમાં 2023 ના પ્રથમ ત્રણ માસમા 8000 કાર્ડ તેમજ ત્રીસ હજાર ની જન સંખ્યા ધરાવતા રેશનકાર્ડ ધારકો ને આવરી લેવાયા છે જેથી કોઈ ગરીબ જરુરિયાતમંદ પરિવાર અનાજ થી વંચિત ના બને અને કોઈ પરિવાર ભુખ્યો ના રહે તેમ અમદાવાદ શહેર ના એડીશનલ કલેક્ટર અને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી જશવંત જેગોડા એ જણાવ્યું હતું.

  • તેમણે વધુ મા જણાવ્યું કે વિભાગ દ્દારા શહેર ના કોઈપણ વિસ્તાર નો જરુરિયાતમંદ ગરીબ પરિવાર ને રેશનકાર્ડ મા કેન્દ્ર અને રાજય સરકાર ની ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવરી લઈ ને તેઓ ને અનાજ નો લાભ વિનામુલ્યે પધાનમંત્રીશ્રીની ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળતો થાય તેવા અમારા વિભાગ ના સતત પ્રયાસ રહેવાના છે.

આ પણ વાંચો : ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના રિમાન્ડ મંજુર

Tags :
Advertisement

.