Navsari: ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના! દરિયા કિનારે ન જવા કલેક્ટરનો આદેશ
Navsari: ભારત સહિત ગુજરાતમાં અત્યારે રેમલ વાવાઝોડાને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ટૂંક જ સમયમાં લોકોને ગરમીથી રાહત મળવાની છે. તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવનાને પગલે નવસારી જિલ્લા કલેકટર દ્વારા દાંડી અને ઉભરાટના દરિયો સહિતના પર્યટન સ્થળોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેથી સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.
પર્યટન સ્થોળને આગામી 2 જૂન સુધી બંધ રાખવાનો આદેશ
નોંધનીય છે કે, નવસારી (Navsari) ખાતે આવેલ ઐતિહાસિક દાંડી અને ઉભરાટનો દરિયાકાંઠો તેમજ જિલ્લામાં આવેલ પર્યટન સ્થોળને આગામી 2 જૂન સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે આવતા સહેલાણીઓને દરિયા કિનારા પહેલા જ રોકીને પરત કરવાં આવી રહ્યા છે.આ સાથે સાથે દાંડીના દરિયા કિનારે પૂરતા પ્રમાણ પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ દરિયા કિનારે આવત પ્રવાસીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરે છે.
વાવાઝોડાને લઈને રાજ્યમાં વરસાદની સંભાવનાઓ!
તમને જણાવી દઇએ કે, આગામી ટૂંક સમયમાં રેલમ વાવાઝોડૂં આવી રહ્યું છે, જેને લઈને ગુજરાતની દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી લોકોને આ અંગે સાવચેત કરી શકાય. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં ભીષણ ગરમી પડી રહીં છે. જેથી લઈને વાવાઝોડાને લઈને રાજ્યમાં વરસાદની સંભાવનાઓ થઈ રહીં છે. તો સ્વાભાવિક છે કે, લોકોને ગરમીથી થોડી રાહત મળવાની છે. પરંતુ અત્યારે નવસારી (Navsari)માં જિલ્લા કલેક્ટર દ્વારા લોકોની સાવચેતી માટે મહત્વનો નિર્ણય કરીને આદેશ કરવામાં આવ્યો છે.