Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

 મા અંબાના દર્શન કરવા 48 લાખ કરતા વધુ શ્રદ્ધાળુ અંબાજી પહોંચ્યા 

અહેવાલ---શક્તિસિંહ રાજપૂત, અંબાજી  ભાદરવી પૂનમે આધ્ય શક્તિ મા અંબાના દર્શન કરીને 48 લાખથી વધુ ભક્તોએ ધન્યતા અનુભવી છે. ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો છે અને છેલ્લા 7 દિવસમાં મા અંબાના 7 દિવસમાં કુલ 48 લાખ 4 હજાર ભક્તોએ દર્શન કર્યા...
 મા અંબાના દર્શન કરવા 48 લાખ કરતા વધુ શ્રદ્ધાળુ અંબાજી પહોંચ્યા 
Advertisement
અહેવાલ---શક્તિસિંહ રાજપૂત, અંબાજી 
ભાદરવી પૂનમે આધ્ય શક્તિ મા અંબાના દર્શન કરીને 48 લાખથી વધુ ભક્તોએ ધન્યતા અનુભવી છે. ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો છે અને છેલ્લા 7 દિવસમાં મા અંબાના 7 દિવસમાં કુલ 48 લાખ 4 હજાર ભક્તોએ દર્શન કર્યા છે.
48 લાખથી વધુ ભક્તો મા અંબાના ધામમાં પહોંચ્યા 
આ વખતે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા આવે તેવી અપક્ષા જોતાં મંદિર પ્રશાસન અને વહિવટીતંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી હતી.  માતાજીના દર્શન માટે 35 લાખથી વધુ શ્રદ્ધાળુ આવે તેવી અપેક્ષા હતી પણ તેનાથી વધુ એટલે કે અંદાજે 48 લાખથી વધુ ભક્તો મા અંબાના ધામમાં પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
 521 ગ્રામ સોનાનું દાન મળ્યું
ભાદરવી પૂનમે મા અંબાના દર્શન કરવા આવેલા ભક્તોએ પોતાની શ્રદ્ધા અને માનતા મુજબ મંદિરમાં દાન અને ભેટ આપ્યું હતું. આ વખતે મંદિરને 2.27 કરોડની દાન અને ભેટ મળી છે જ્યારે 521 ગ્રામ સોનાનું દાન મળ્યું છે.  મંદિરની કુલ આવક 7,15,78,522 રુપિયા થઇ છે. 7 દિવસમાં 19 લાખ 09 હજાર 747 મોહનથાળ પ્રસાદના પેકેટનુ વિતરણ થયું થયું છે. 3,73,161 યાત્રાળુઓએ નિશુલ્ક ભોજન લીધુ હતું. જ્યારે 79,647 ચીક્કી પેકેટનું વિતરણ થયું હતું.
7 દિવસમાં 3,437 ધજાઓ ચઢી
રાજ્યભરમાંથી પંદર દિવસ પહેલાંથી જ ભક્તોનો સંઘ માતાજીની ધજા લઇને પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે. આ સંઘો અંબાજી પહોંચે ત્યાર બાદ માતાજીના દર્શન કરીને પોતાની સાથે લાવેલી ધજા માતાજીને અર્પણ કરે છે. આ વખતે અંબાજી મંદિરના શિખર પર 3,437 ધજાઓ ચઢી છે. એસ.ટી બસ દ્વારા 8,84,433 ભક્તો અંબાજી પહોંચ્યા
તમામ કામગિરી પૂર્ણ
અંબાજી ખાતે 23 થી 29 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને ગુજરાત બહાર થી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે આ વખતે મહામેળામાં ગુજરાત અને ગુજરાત બહાર થી મોટી સંખ્યામાં ભક્તો સંઘ લઈને અને ધજા લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતા. આ વખતે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિવિધ સમિતિઓ બનાવવામા આવી હતી જેના થકી માઈ ભક્તો ને કોઈજ તકલીફ પડી ન હતી. અંબાજી ખાતે આવેલાં માઈ ભક્તોએ વીઆર ટેકનોલોજી નો લાભ લીધો હતો અને માતાજીના દર્શન પણ તેમને ઇન્સ્ટ્રુમેન્ટ આંખો પર લગાવીને દર્શન કર્યા હતા. માઇ ભક્તો માટે ભોજન વ્યવસ્થા માટે પણ ઘણા બધા કૅમ્પો લાગ્યા હતા. અંબાજી મંદિરના ચેરમેન, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી અને અંબાજી મંદિર વહીવટી અને પોલીસ તંત્ર કામગિરીમાં જોડાયું હતું.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×