Gujarat: આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું, હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી
Gujarat: રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે લોકો વરસાદ સામે મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમણે વાત કરવામાં આવે તો રાજ્યમાં 14 જૂને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, નોંધનીય છે કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ચોમાસા અંગે આગાહી કરી છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યારે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. નોંધનીય છે કે, કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 14 જૂને ચોમાસાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહ્યું કે, આ સાથે 14 જૂને ગુજરાત (Gujarat)માં ચોમાસુ પ્રવેશશે. તે પહેલા પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહીં છે. ગુજરાત (Gujarat)ના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભરૂચ, સુરત અને વલસાડમાં વરસાદની શક્યતાઓ જોવા મળી છે. નોંધનીય છે કે, એકથી અઢી ઈંચ સુધી વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ છે. નોંધનીય છે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
વરસાદ થયા તો લોકોને ગરમીથી આંશિક રાહત
નોંધનીય છે કે, વરસાદ થયા તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તમને જણાવી દઈએ કે, જામજોધપુરના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, દિવસભર તડકા બાદ અચાનક વાતાવરણ પલટાયુ છે. આ સાથે શેઠવડાળા તથા આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, વરસાદ થતાની સાથે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભીષણ ગરમી પડી રહીં છે. જેના કારણે લોકો પરેશાન પણ થઈ ગયા છે.