Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આનંદો..! ગુજરાત નજીક પહોંચ્યું ચોમાસું

ગુજરાત નજીક પહોંચ્યું ચોમાસું 11 જૂનથી મહારાષ્ટ્રમાં સ્થિર થયું છે ચોમાસું ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વડોદરા,છોટાઉદેપુર,અમરેલી,ગીર સોમનાથમાં આગાહી નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસા માટે...
આનંદો    ગુજરાત નજીક પહોંચ્યું ચોમાસું
ગુજરાત નજીક પહોંચ્યું ચોમાસું
11 જૂનથી મહારાષ્ટ્રમાં સ્થિર થયું છે ચોમાસું
ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ
આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા
વડોદરા,છોટાઉદેપુર,અમરેલી,ગીર સોમનાથમાં આગાહી
નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસા માટે હવે અનુકૂળ સ્થિતિ ઉભી થઇ છે અને આગામી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે. ઉલ્લેખનિય છે કે 11 જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું સ્થિર થયું છે.
ચોમાસું 8 જૂનના રોજ કેરળ પહોંચ્યું
ઉલ્લેખનિય છે કે આ વર્ષે ભારતમાં ચોમાસાનું આગમન અક અઠવાડીયું મોડુ થયું છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસાનું આગમન 1 જૂનના રોજ થાય છે પણ આ વખતે ચોમાસું 8 જૂનના રોજ કેરળ પહોંચ્યું છે. કેરળ બાદ ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય વિસ્તારોમાં પહોંચે છે. ભારતમાં ચોમાસું બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બે ભાગોમાં આગળ વધે છે અને અરબી સમુદ્ર તરફથી કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ તે ગુજરાતમાં પહોંચે છે.
વાવાઝોડાના કારણે ચોમાસાનો વિલંબ થાય તેવી આશંકા હતી
ભારતમાં જેમ જેમ ચોમાસું આગળ ધપી રહ્યું હતું તે સમયે જ અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું ઉત્પન્ન થયું હતું અને તેની અસર ભારતના 9 રાજ્યોમાં અનુંભવાઇ હતી. ગુજરાતના કચ્છના દરિયા કિનારેવાવાઝોડું ટકરાયું હતું. વાવાઝોડાના કારણે ચોમાસાનો વિલંબ થાય તેવી આશંકા જોવા મળી હતી.
ચોમાસું 11 જૂનથી મહારાષ્ટ્ર ઉપર સ્થિર
જો કે હવે વાવાઝોડું પસાર થઇ ચુક્યું છે અને ચોમાસું 11 જૂનથી મહારાષ્ટ્ર ઉપર સ્થિર થયું છે.  હવામાન વિભાગનું માનીએ તો હવે  ચોમાસાની આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે અને હવે આગામી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.
વરસાદની આગાહી
આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. ખાસ કરીને  વડોદરા,છોટાઉદેપુર,અમરેલી,ગીર સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે.  નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે.
Advertisement
Tags :
Advertisement

.