Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : મેર મેરાયુ, અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા...

અહેવાલ---શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન...
ambaji   મેર મેરાયુ  અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા

અહેવાલ---શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં દિવાળીનું પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરને પણ સુંદર લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યુ છે. દિવાળીના દિવસે અંબાજી મંદિરમાં સાંજે આરતીના સમયે વર્ષોથી ચાલી આવતી પરંપરા જોવા મળી હતી. અંબાજી મંદિરમાં સાંજની આરતીના સમયે મશાલ આવે છે ત્યારબાદ માતાજીની ગાદી પરથી 2 મેર મેરાયા માતાજી સમક્ષ લઇ જવામા આવ્યા હતા.

Advertisement

દિવાળીના દિવસે મેર મેરાયું કરવાની પરંપરા

દિવાળીના દિવસે મેર મેરાયું કરવાની પરંપરા છે. આજે પણ અનેક ગામડામાં આ પરંપરા જળવાઇ રહી છે. મેરાયા પાછળ અનેક કથા અને વાર્તા છે. દિવાળીનાં દિવસે શેરડીમાંથી મેરાયું તૈયાર કરવામાં આવે છે.દિવાળીનાં દિવસે મેરાયું બનાવવામાં આવે છે. મેખ મેરાયું પણ કહે છે. મેખ મેરાયા સાથે અનેક માન્યતા અને કથા જોડાયેલી છે.દિવાળીનાં દિવસોમાં મેરાયું બનાવવામાં આવે છે. મેરાયુ મશાલ જેવું હોય છે. મેરાયું શેરડીનાં સાંઠામાંથી બનાવવામાં આવે છે. શેરડીનાં સાંઠામાંથી બે ફૂટનો કટકો કરવામાં આવે છે. બાદ સાંઠામાં ઉપરથી ચાર ભાગ કરવામાં આવે છે. આ ચાર ભાગમાં માટીનું કોડિયું રાખવામાં આવે છે. કોડિયામાં ઘી, તલ, વાટ મુકવામાં આવે છે. બાદ દીવો પ્રગટાવવામાં આવે છે.

Advertisement

અંબાજી માતાજી, અંબિકેશ્વર મહાદેવ સહિત વિવિધ જગ્યાએ મેરાયું લઇ જવાયુ

અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે સાંજે આરતીના સમયે 2 મેરાયા માતાજીના ગર્ભગૃહમા લઈ જવા આવ્યા હતા, ત્યારબાદ અંબિકેશ્વર મહાદેવ, સિદ્ધિ વિનાયક મંદિર અને ભૈરવજી પાસે મેરાયુ લઈ જવાયું હતું, દરેક જગ્યા ઉપર મેરાયુમા ઘી પુરવામા આવે છે.

વર્ષો જૂની પરંપરા ભગવાન કૃષ્ણના સમયથી

મેરાયા સાથે કૃષ્ણ ભગવાનો પ્રસંગ જોડાયેલો છે. ઇન્દ્ર ભગવાન ગુસ્સે થઇને વરસાદ વરસાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વ ઉપાડી લે છે અને લોકોનું રક્ષણ કરે છે. ઇન્દ્રનો ગુસ્સો શાંત થાય છે.બાદ ગાયોને શોધવા નિકળે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષની ડાળીમાંથી મશાલ બનાવે છે અને ગોવાળો પુછતા હતાં કે, ગાયડી માવડી મેળ મેળૈયા? એટલે કે તમારી ગાયો સલામત છે.મેરાયા સાથે વાર્તા કે લોકો કથા અનેક હશે. પરંતુ મેરાયું એ ગામ્ય સંસ્કૃતિનું પ્રતિક છે. આજે પણ દિવાળીનાં દિવસે ખેડૂતો મેરાયું કરે છે.

આ પણ વાંચો----શું છે 13 નવેમ્બરની HISTORY ? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

Tags :
Advertisement

.