Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahavir Jain Aradhana Kendra: જૈન મંદિરમાં થયો અનોખો ચમત્કાર, મહાવીરને તિલક કરવા આવ્યા સૂર્યદેવ

Mahavir Jain Aradhana Kendra: ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે, જેનું પોતાનામાં એક અનોખુ મહત્વ રહેલું છે. આ સાથે અનેક મંદિરો પણ છે જે રહસ્યમય છે. આ મંદિરનો લોકોમાં અનેરો મહિમા પણ રહેલો છે. તેમને જણાવી દઇએ કે, મંદિરોને લઈને...
mahavir jain aradhana kendra  જૈન મંદિરમાં થયો અનોખો ચમત્કાર  મહાવીરને તિલક કરવા આવ્યા સૂર્યદેવ

Mahavir Jain Aradhana Kendra: ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે, જેનું પોતાનામાં એક અનોખુ મહત્વ રહેલું છે. આ સાથે અનેક મંદિરો પણ છે જે રહસ્યમય છે. આ મંદિરનો લોકોમાં અનેરો મહિમા પણ રહેલો છે. તેમને જણાવી દઇએ કે, મંદિરોને લઈને ભારતીય પ્રજા ખુબ જ ભક્તિમય જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે ભારતમાં એવા કેટલા મંદિરો છે જ્યા સૂર્યતિલક થાય છે. ભારતમાં ઘણા ઓછા એવા મંદિરો છે જ્યા ભગવાનની મૂર્તિ પર કપાળે ખુદ સૂર્યદેવ તિલક કરતા હોય છે. આવું એક મંદિર ગુજરાતમાં પણ આવેલું છે. ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન મંદિરમાં દર વર્ષે સૂર્યદેવ તિલક કરવામાં આવે છે.

Advertisement

ગુજરાતમાં આવેલું છે આ અનોખું જૈન મંદિર

તમને જણાવી દઇએ કે, ગાંધીનગરના કોબામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે એક જ વાર આવી અનોખી અને અલૌલિક ખગોળિય ઘટના બને છે. આ ઘટના એવી છે કે, એક ચોક્કસ સમયે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની મૂર્તિ પર સૂર્યના કિરણો પડે છે, મતલબ કે, સૂર્યદેવ મહાવીર ભાગવાનના લલાટ પર તિલક કરવા માટે આવે છે. નોંધનીય છે કે, આ અનોખી ખગોળિય ઘટનાને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ આવતા હોય છે. અહીં મહાવીરના દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

સૂર્યતિલક ત્રણથી ચાર મિનિટ સુધી રહે છે

નોંધનીય છે કે, દર વર્ષે અહીં 22 મે ના રોજ બપોરે 2 વાગીને 7 મિનિટે મહાવીર સ્વામીના લલાટ પર સૂર્યતિલક થાય છે. ખરેખર આ નજારો અયનરમ્ય હોય છે. આ દ્રશ્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તમને જણાવી દઇએ કે, 2 વાગીને 7 મિનિટે થયું સૂર્યતિલક ત્રણથી ચાર મિનિટ સુધી રહે છે. આ દિવસનું મહત્વ એટલું છે કે, અહીં વર્ષમાં માત્ર એક જ દિવસ સૂર્યતિલક થાય છે અને એ પણ 22 મે ના રોજ થાય છે, આ મંદિરનો ચમત્કાર એવો છે કે, ગમે તેવું વાતાવરણ ખરાબ હોય, વાદળો હોય છતાં પણ આજ સુધી સૂર્યતિલકમાં મેખ નથી થયો. એટલું જ નહીં પરંતુ જ્યારે સૂર્યતિલક થાય છે ત્યારે આ જિનાલયમાં ભક્તો ‘ત્રિશલાનંદન વીર કી.. જય બોલો મહાવીર કી...’નું ગાન કરતાં હોય છે.

Advertisement

સતત 33 વર્ષથી આજના દિવસે સૂર્યતિલક થાય છે

રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરદજીના પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મ.સા અને અજયસાગરજી મ.સાએ શિલ્પ તથા ગણિત અને જ્યોતિષશાસ્ત્રથી આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. આ મંદિરના બાંધકામ વખતે ખગોળિયા ઘટનાઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. નોંધનીય છે કે, જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સાને આજ દિવસે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતાં. જેથી તેમની સ્મૃતિ માટે સૂર્યતિલકનો આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. સતત 33 વર્ષથી આજના દિવસે સૂર્યતિલક થાય છે. નોંધનીય છે કે, આજ સુધી કોઈ વર્ષ એવું નથી ગયું કે જે વર્ષે સૂર્યતિલક ના થયું હોય.

આ પણ વાંચો: Valsad: હલકી ગુણવત્તાના મટીરીયલે ખોલી ભ્રષ્ટાચારની પોલ! પૈસા ક્યા ચાઉં થયા? લોકોએ માંગ્યો જવાબ

આ પણ વાંચો: Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત

આ પણ વાંચો: Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

Advertisement
Tags :
Advertisement

.