Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માફિયા Atiq અમદાવાદના ટપોરીઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ બનાવવાનો હતો

અહેવાલ - બંકિમ પટેલ, અમદાવાદ ગુજરાત પોલીસ (Gujarat Police) અને જેલ પ્રશાસન (Jail Authority) ની કૃપા દ્રષ્ટિથી અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) માં ગયેલા ટપોરીઓ ગેંગસ્ટર બની ગયાના અનેક દાખલાઓ છે. પોલિટિશિયન કમ માફિયા અતિક અહેમદ (Mafia Atiq Ahmed)...
માફિયા atiq અમદાવાદના ટપોરીઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ બનાવવાનો હતો
Advertisement

અહેવાલ - બંકિમ પટેલ, અમદાવાદ

ગુજરાત પોલીસ (Gujarat Police) અને જેલ પ્રશાસન (Jail Authority) ની કૃપા દ્રષ્ટિથી અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) માં ગયેલા ટપોરીઓ ગેંગસ્ટર બની ગયાના અનેક દાખલાઓ છે. પોલિટિશિયન કમ માફિયા અતિક અહેમદ (Mafia Atiq Ahmed) સાબરમતી જેલમાં બેઠાં બેઠાં છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીનો દોરી સંચાર કરતો હતો. અતિકની શરણમાં ગયેલા અમદાવાદના કેટલાક ટપોરીઓ અને પોલીસના સાથ સહકારથી ગુજરાતમાં ખંડણી રેકેટ (Extortion Racket) શરૂ કરવા પ્રયત્નશીલ હતો. જો કે, અતિકે અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલાં મિશન પાર પાડ્યા તે કહેવું મુશ્કેલ છે. અતિકના અંત અને તેની અંતિમ કરતૂત માટે કદાચ કોઈ થોડા અંશે પણ જવાબદાર હોય તો તે છે, જેલ તંત્રના ભ્રષ્ટાચારી અધિકારી.

Advertisement

Advertisement

જેલમાં અડધી રાતે જલસા
ભારે કાયા ધરાવતો UP નો Don અતિક અહેમદ ખાવાનો ખૂબ શોખિન હતો. સાબરમતી જેલ (Sabarmati Jail) માં કેદ અતિક અહેમદ માટે જેલનો ભ્રષ્ટાચારી કર્મચારીગણ 24 કલાક માટે સેવામાં તત્પર રહેતો હતો. અતિકને અડધી રાતે ભૂખ લાગે તો નોન વેજ ભરેલું ટિફિન જેલમાં પહોંચી જતું. ગત વર્ષે રમઝાન મહિનામાં આખી રાત અંડા સેલમાં જલસો રહેતો હતો અને દાવતો પણ થતી. યુપીથી અતિકને જેલ ટ્રાન્સફર કરી અમદાવાદમાં લવાયો ત્યારે પાછળ પાછળ તેનો ખાસમખાસ મખ્ખી અન્ય શખ્સો સાથે આવ્યો હતો. જેલના ભ્રષ્ટ અધિકારી-કર્મચારીને લાંચ આપવાની હોય કે, અન્ય કોઈ આર્થિક લેવડ-દેવડ હોય કે પછી જેલમાં ટિફિન-મોબાઈલ ફોન મોકલવાનો હોય આ તમામ કામગીરી મખ્ખીના ઈશારે થતી હતી. અતિકના આ દબદબાથી અમદાવાદ જુહાપુરાના ટપોરીઓ સહિતના કેદીઓ પ્રભાવિત હતા.

ખબરી અલ્તાફ અને અતિકનું કનેકશન
અમદાવાદ પોલીસ (Ahmedabad Police) તેમજ ગુજરાત પોલીસની એક એજન્સી માટે અલ્તાફખાન જબ્બારખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી (Altafkhan Pathan @ Altaf Basi) બાતમીદાર ઉપરાંત કમાઉ દિકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. પોલીસના ઈશારે વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Election) માં ઔવેસીની પાર્ટી AIMIM ના બેનર હેઠળ ચૂંટણી લડ્યો અને હાર્યો. વિધાનસભા-2022ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના બેનર હેઠળ બાપુનગર બેઠક પરથી અલ્તાફ બાસી ચૂંટણી લડ્યો અને મુઠ્ઠીભર લોકો સમક્ષ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ (Congress MLA Himmatsinh Patel) નો વિરોધ કરતો રહ્યો. સમાજવાદી પાર્ટીનો MLA અને MP રહી ચૂકેલા અતિક અહેમદે અલ્તાફ બાસીને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાવી હોવાની વાત સામે આવી છે. AMC ની ચૂંટણીમાં ભૂંડી રીતે હારેલો અલ્તાફ અતિકની પગચંપી કરીને વિધાનસભા ઈલેકશનમાં ટિકિટ મેળવી હતી. અતિક અહેમદનું વતન પ્રયાગરાજ જિલ્લો (Prayagraj District) અને અલ્તાફ બાસીનું મૂળ વતન UP નો પ્રતાપગઢ જિલ્લો (Pratapgarh District) અડી અડીને આવેલા છે.

નઝીર વોરા અને કાલુ ગરદન અતિકના મુરીદ બન્યા
વચેટીયાની ભૂમિકા ભજવવામાં માહેર અલ્તાફ બાસીએ વતનના ડોન અતિક અહેમદને જેલમાં રહેલા નઝીર વોરા (Nazir Vora) અને કાલુ ગરદન (Kalu Gardan) નો સંપર્ક કરાવ્યો. અતિક અહેમદના કારનામાઓથી પ્રભાવિત થઈ ગયેલા જુહાપુરાના બંને ગુનેગારો ગેંગસ્ટરની સામે ટપોરી હતા. જો કે, અતિક અને અલ્તાફે અમદાવાદ સહિત ગુજરાતમાં એક અલગ નેટવર્ક બનાવવાની સાજીશ શરૂ કરી દીધી હતી. ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ખંડણીનો કારોબાર શરૂ કરવા માટેની તૈયારીઓ આદરી દેવાઈ હતી. આ સમગ્ર સાજીશ જેલ તંત્ર અને ગુજરાત પોલીસની એજન્સીની મહેરબાનીથી રચાઈ રહી હતી. ખંડણીનો કારોબાર શરૂ કરનારા અતિકને સ્પષ્ટ સંદેશો હતો કે, તેણે માત્રને માત્ર એક ચોક્કસ ધર્મના વેપારી-બિલ્ડરોને જ ટાર્ગેટ કરવાના છે. અતિકના મુરીદ બની ગયેલા નઝીર વોરા અને કાલુ ગરદન સહિતના અન્ય કેટલાંક ચોક્કસ કેદી જેલમાંથી છૂટ્યા બાદ પણ સતત સંપર્કમાં રહેતા હતા. 'ભૈયા'ના નામે કેટલાંક મિશન પર પાર પાડવાનો અતિકના ચેલાઓએ પ્રયાસ પણ કર્યો હતો. જો કે. તેમને ધારી સફળતા મળી ન હતી.

અલ્તાફ બાસીનો ઈતિહાસ
PSI તરીકે પૂર્વ અમદાવાદમાં નોકરી કરેલા એક અધિકારી બેએક દસકા પહેલાં ક્રાઈમ બ્રાંચમાં આવ્યા અને તેમણે અલ્તાફને દિકરો બનાવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) સહિત શહેરના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મહેરબાની એટલી હદે વધી ગઈ કે, કરોડોની જમીનના વિવાદમાં અલ્તાફે ઝંપલાવ્યું અને એપ્રિલ-2017માં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી અને અન્ય એકની હત્યાનો પ્રયાસ કર્યો. હત્યામાં વાપરેલું વેપન સાબરમતી નદીમાં ફેંકી દીધું, જે ક્યારેય મળ્યું જ નહીં. ફરિયાદી સાથે પોલીસે સમાધાન કરાવ્યું અને જેલમાંથી બહાર આવ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ અમદાવાદમાં દારૂ-જુગાર અને ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારોને રેડ પડાવવાની ધમકી આપી હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું. રાજસ્થાનમાં જુગાર રમવા ગયેલા અમદાવાદના કેટલાંક લોકોને પોલીસની મદદથી રેડ પડાવી પકડાવ્યા. અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના (Manpasand Gymkhana) ની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર પડેલી SMC ની જુલાઈ-2021માં પડેલી રેડમાં ઝડપાઈ ચૂક્યો છે. ક્રાઈમ બ્રાંચે દોઢેક મહિના અગાઉ રખિયાલમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડતા અલ્તાફ બાસી ફરાર થઈ ગયો. રખિયાલ પોલીસ સ્ટેશન (Rakhiyal Police Station) માં અલ્તાફ સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : GUJARAT POLICE ને ગુમરાહ કરી MAFIA અતિકે જેલમાં દબદબો જાળવ્યો

Tags :
Advertisement

.

×