Accident: અકસ્માત 6 લોકોને ભરખી ગયો, ગ્રામજનોએ ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો
Accident: કચ્છના ભચાઉના લાકડીયા નજીકના ધોરીમાર્ગ પર ગઈ કાલે મંગળવારે સાંજે ટ્રક (ટ્રેલર) અને ઇક્કો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ગંભીર ઈજા થવા પામી હતી ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અત્યારે પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો.
અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા
ગઈકાલના રોજ બનેલ અકસ્માત (Accident)ની ઘટનામાં દેરડી(કુંભાજી) ગામના ખાતરા પરિવારના 3 અને બહેન,ફઈ,સહિતના કુલ 5 લોકો મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટનામાં મૃતક ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરા તેમના પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાતરા,પુત્ર રૂદ્ર ભાવેશભાઈ ખાતરા,તેમજ ભાવેશભાઈના બહેન સોનલબેન અમિતભાઇ ગોરસિયા રહે. રાજકોટ,ફઈ અંબાબેન દેવરાજભાઈ વઘાસિયા રહે. બગસરા સહિતના એક જ પરિવારના 5 લોકો અને દેરડી કુંભાજી ગામના ઈક્કો કાર ચાલક બહાદૂરભાઈ કાળુભાઇ સહિતના કુલ 6 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા.
ગ્રામજનોએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો
નોંધનીય છે કે, અકસ્માતની આ ઘટનામાં વૈદ ભાવેશભાઈ ખાતરા,વિદિશા પ્રવીણભાઈ ખાતરા, ગ્રંથ અમિતભાઈ ગોરસિયા સહિતના 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈના મૃતકોની સ્મશાન યાત્રા નિકળે એ પહેલા આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજુ ફરી વૈયું હતું અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો.
વૈદ ભાવેશભાઈ ખાતરાએ પાસ કરી હતી નીટની પરીક્ષા
અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ અને હાલમાં ભૂજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૈદ ભાવેશભાઈ ખાતરાએ માતા,પિતા,નાનાબાઈ સહિતના લોકોની છત્રછાયા ગુમાવી છે.ત્યારે વૈદ ખાતરા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.અને તેમણે આપેલ નીટની પરિક્ષામાં 720 માર્કસમાંથી 691 માર્કસ મેળવીને ઉતીર્ણ થયો હતો આ સાથે જ ખાતરા પરિવાર અને દેરડી(કુંભાજી) ગામનું ગૌરવ વધાર્યુ હતું.તો બીજી તરફ વૈદને નીટમાં ટોપ નંબરના સારા માર્કસ પ્રાપ્ત થતા તેમના પરિવારજનો કચ્છમાં પોતાના કુળદેવી શ્રી મોમાઈ માતાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા.બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા.જેમને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.