Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : ગુજરાતની જેલોમાં કેદીઓના દૈનિક વેતનમાં વધારો

ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વેતનમાં વધારો કરવામાં આવતાં કેદીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદીઓએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. જેલોના વડા ડો.કે.એલ.એન.રાવે તમામ કેદીઓને મીઠાઇ ખવડાવી...
ahmedabad   ગુજરાતની જેલોમાં કેદીઓના દૈનિક વેતનમાં વધારો

ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વેતનમાં વધારો કરવામાં આવતાં કેદીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદીઓએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. જેલોના વડા ડો.કે.એલ.એન.રાવે તમામ કેદીઓને મીઠાઇ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

કેદીઓના દૈનિક વેતનમાં વધારો

Advertisement

ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેલોના વડા ડો.એ.એલ.એન.રાવે આજે અમદાવાદ મધ્યસ્થ જેલમાં જાહેરાત કરી હતી. સરકારના 2017ના ઠરાવ મુજબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓએ તેમની કામગિરીના બદલામાં વળતર તરીકે બિનકુશળ કેદીઓને 70 રુપિયા, અર્ધ કુશળ કેદીઓને 80 રુપિયા અને કુશળ કેદીઓને 100 રુપિયાનું દૈનિક માનદ વેતન આપવામાં આવતું હતું.

Advertisement

ડો. રાવે કેદીઓના માનદ વેતનમાં વધારો કરવા બાબતે સમયાંતરે સરકારમાં દરખાસ્ત કરી

આ બાબતે જેલોના વડા ડો. રાવે કેદીઓના માનદ વેતનમાં વધારો કરવા બાબતે સમયાંતરે સરકારમાં દરખાસ્ત કરી હતી. જેને ધ્યાનમાં લઇને તાજેતરમાં ગૃહ વિભાગે ઠરાવ કરીને કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરીને સુધારો કરવામાં આવ્યો છે.

હવે નવા સુધારા મુજબ વેતન મળશે.

હવે નવા સુધારા મુજબ બિન કુશળ કેદીઓને 110 રુપિયા, અર્ધ કુશળ કેદીઓને 140 રુપિયા અને કુશળ કેદીઓને 170 રુપિયા મુજબનું માનદ વેતન આપવાનો ઠરાવ સરકાર દ્વારા કરાયો છે. જેલોના વડા ડો.રાવે અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદીઓ સમક્ષ આ જાહેરાત કરી હતી અને કેદીઓને મીઠાઇ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. સરકારની જાહેરાતથી કેદીઓમાં ખુશાલી વ્યાપી ગઇ હતી.

આ પણ વાંચો---AMBAJI : ભારતના સૌથી નાની ઉંમરના IPS સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા

Tags :
Advertisement

.