Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat :  ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે શ્રમદાન કર્યું 

અહેવાલ---આનંદ પટણી, સુરત ગાંધી જયંતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને એક અનોખો કોલ ટુ એક્શન આપવામાં આવ્યો છે. વડાપ્રધાને 'મન કી બાત'ના 105મા એપિસોડમાં રવિવારે સવારે 10 વાગે સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન માટે અપીલ કરી હતી. શ્રમદાનની વડાપ્રધાન...
surat    ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે શ્રમદાન કર્યું 
અહેવાલ---આનંદ પટણી, સુરત
ગાંધી જયંતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને એક અનોખો કોલ ટુ એક્શન આપવામાં આવ્યો છે. વડાપ્રધાને 'મન કી બાત'ના 105મા એપિસોડમાં રવિવારે સવારે 10 વાગે સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન માટે અપીલ કરી હતી. શ્રમદાનની વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવતા આજે સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી. આર. પાટીલે શ્રમદાન કર્યું હતું....
સી. આર.પાટીલે સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું
આવતીકાલે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની સમગ્ર દેશ સાથે વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી પહેલા બાપૂને અનોખી શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશને એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન આપવાની અપીલ કરવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને સમગ્ર રાષ્ટ્રના લોકો દ્વારા ઝીલી લેવામાં આવી છે. ત્યારે સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા પણ સુરત શહેરના નાવડી ઓવારાને સ્વચ્છ બનાવવા માટે એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે પણ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. સી.આર.પાટીલે તમામ ધારાસભ્યો મનપાના પદાધિકારીઓ સહિત સુરતીઓને સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે અપીલ કરી હતી....
15 દિવસ સુધી સતત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે
સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સી આર પાટીલ સહિત ધારાસભ્યો, મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા 15 દિવસ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવા માટેની અપીલ કરવામાં આવી છે. સુરત શહેર સમગ્ર દેશભરમાં સ્વચ્છતા માટે બીજા ક્રમાંકે આવે છે તેમ છતાં પણ વડાપ્રધાનની અપીલને ધ્યાને લઈને 15 દિવસ સુધી સતત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. સુરત મનપાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા પણ સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું. તેમણે પણ સ્વચ્છતા માટેના શ્રમદાનમાં સુરતીઓને જોડાવવા માટે અપીલ  કરી હતી...
સ્વચ્છતા માટે શ્રમદાન કરીને સુરતને વધુ સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ 
વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી પહેલને ધ્યાને લઈને સુરતીઓ મોટી સંખ્યામાં શ્રમદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. આજે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા માટે શ્રમદાન કરીને સુરતને વધુ સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરાયો હતો.
Advertisement
Tags :
Advertisement

.