Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi : વિધર્મી યુવકે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો મામલો આરોપી ઈરફાન સુમરા નામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ નાના દહિસરા ગામના વિધર્મી યુવક વિરૂદ્ધ નોંધ્યો છે ગુનો ગ્રામજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરી ઘરને આગ ચાંપી વિધર્મી યુવકના ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા...
morbi   વિધર્મી યુવકે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો મામલો
આરોપી ઈરફાન સુમરા નામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ
નાના દહિસરા ગામના વિધર્મી યુવક વિરૂદ્ધ નોંધ્યો છે ગુનો
ગ્રામજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરી ઘરને આગ ચાંપી
વિધર્મી યુવકના ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા પણ સળગાવી
ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કોઈ સ્ટંટ છે કે કોઈએ સળગાવ્યું એ બાબતે તપાસ
સમગ્ર મામલે ગામમાં હાલ શાંતિનો માહોલ

Advertisement

મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરતાં વાતાવરણ ગરમાઇ ગયું છે. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ નાના દહિસરા ગામના વિધર્મી આરોપીના ઘરમાં તોડફોડ કરીને ઘરને આગ ચાંપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી

Advertisement

મોરબીમાં ઇરફાન સુમરા નામના વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. નાના દહિસરા ગામના ઇરફાન સુમરા સામે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Advertisement

જો કે આ ઘટના જાણવા મળતાં જ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરીને ઘરને આગ ચાંપી દીધી હતી. વિધર્મી યુવકના ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા પણ સળગાવી હતી. આ કોઇ સ્ટંટ છે કે કોઇએ સળગાવ્યું છે તે બાબતે પોલીસે તપાસ શરુ કરી હતી. ઘટના બાદ ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે.

આવા ટપોરીયાથી બીવાની જરુર નથી

આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે કાલે સાંજે દિકરી પર દુષ્કર્મ કર્યું તેની મને જાણ થઇ છે અને આ મામલે ફરિયાદ કરી છે. હું તો તેના પરિવારને અભિનંદન આપુ કે આવું જે દુષણ છે છેલ્લા પાંચ છ મહિનામાં 57 આવા કેસ બન્યા છે તેમને ગોતી અમે પાછા લાવ્યા છીએ. લોકોને વિનંતી કે પોલીસ અને સરકાર તમારા પક્ષમાં છે. આવા ટપોરીયાથી બીવાની જરુર નથી. તેમની ધમકીથી બીવાની જરુર નથી. આ ટપોરીને પોલીસે પકડી લીધો છે અને તેની સામે કડક કાર્યવાહી થશે અને કાગળીયા પણ મજબૂત થશે. અમારી ટીમ હાજર છે.

બધી બહેનોને વિનંતી કે કોઇની વાતમાં ના આવો

તેમણે કહ્યું કે મારી તમામને વિનંતી કે કાંઇ પણ તકલીફ હોય તો અમે તમારા પડખે છીએ. આવા ટપોરી આવા કામ ના કરે તે માટે અમે કટિબદ્ધ છીએ. 57 બહેનોને અમે પાછા લાવ્યા છીએ. ગુજરાતમાં અમારા કાર્યકરો જશે કોઇને આવી તકલીફ હોય તો જાણ કરે. અમારી લડવાની તૈયારી છે . બધી બહેનોને વિનંતી કે કોઇની વાતમાં ના આવો. આવા ટપોરીયા સીન સપાટા કરતા હોય છે તેમાં ફસાવ નહીં.

આ પણ વાંચો----AHMEDABAD : સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં થઇ દુર્લભ સર્જરી

Tags :
Advertisement

.