Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોટેશ્વર સર્વે નંબર 62 માં માત્ર ચાર દુકાનોનું દબાણ દુર કરાયું

અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી  શક્તિપીઠ અંબાજી થી સાત કિલોમીટર દૂર કોટેશ્વર શિવધામ આવેલ છે. કોટેશ્વર મંદિર નો વહીવટ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ચાલી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સર્વે નંબર 62 માં વન વિભાગની જગ્યામાં જે દબાણ હતા તે દૂર...
કોટેશ્વર સર્વે નંબર 62 માં માત્ર ચાર દુકાનોનું દબાણ દુર કરાયું
અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી
 શક્તિપીઠ અંબાજી થી સાત કિલોમીટર દૂર કોટેશ્વર શિવધામ આવેલ છે. કોટેશ્વર મંદિર નો વહીવટ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ચાલી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સર્વે નંબર 62 માં વન વિભાગની જગ્યામાં જે દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા હતા ત્યારે ફરીથી વહીવટી તંત્ર દ્વારા સર્વે નંબર 62 માં આવેલા દબાણ દૂર કરવા 7 જૂન ના સાંજે જેસીબી સાથે પોલીસ અને જીઈબીના કર્મચારીઓ દ્વારા કોટેશ્વર ખાતે ધામા નાખવામાં આવ્યા હતા અને દબાણ દૂર કરવામાં આવ્યા હતા. સૌથી નવાઈની વાત એ છે કે કોટેશ્વર ગામતળ જ નથી, તેવું અરજદાર જણાવી રહ્યા છે તેમ છતાં માત્ર વહીવટી તંત્ર દ્વારા માત્ર ચાર જ દુકાનો જ તોડવામાં આવી હતી અને આ કારણે વેપારીઓની આર્થિક હાલત કફોડી બની છે. વેપારીઓનો આક્ષેપ છે કે અમારી દુકાન પાછળનું કોમ્પ્લેક્સ સરસ રીતે દેખાય તે માટે અમારી દુકાન તોડવામાં આવી છે.
બિલ્ડરને ફાયદો કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અમારી દુકાનો દૂર કરાઈ
 અંબાજી થી કોટેશ્વર વચ્ચે દબાણ થયેલા છે, પરંતુ થોડા દિવસ અગાઉ વન વિભાગ દ્વારા માત્ર દબાણના નામે નાટક કરવામાં આવ્યા હતા અને ગરીબોના દબાણ તોડવામાં આવ્યા હતા અને આ કારણે તેમની આર્થિક હાલત બગડી ગઈ છે.હજુ પણ ઘણા દબાણો વન વિભાગની જગ્યામાં થયેલા છે પણ તે વન વિભાગે દૂર કર્યા નથી.બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા સર્વે નંબર 62 જે ખૂબ જ મોટું સર્વે નંબર છે તેમાં પણ દબાણ થયેલા છે,પરંતુ તે મોટાભાગના દબાણો દૂર કર્યાં નથી અને માત્ર ચાર જ દુકાનો દૂર કરવામાં આવી છે અને આ કારણે કેટલાક વ્યાપારીઓની હાલત કફોડી બની છે અને વેપારીએ મોટો આક્ષેપ કર્યો છે કે અમારી દુકાનો પાછળ મોટું કોમ્પલેક્ષ દેખાય અને બિલ્ડરને ફાયદો કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અમારી દુકાનો દૂર કરાઈ છે. સૌથી નવાઈની વાત એ હતી કે વહીવટી તંત્ર દ્વારા માત્ર ચાર દુકાનોની સાથે સાથે વર્ષો જૂનું પીકઅપ સ્ટેન્ડ અને પાણીની પરબ પણ તોડવામાં આવી હતી એટલે જે આક્ષેપો થઈ રહ્યા છે તેને સમર્થન મળી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.