Ahmedabad : અઘોરીનો વેશ ધારણ કરી લોકો પાસેથી દાગીના પડાવતો શખ્સ ઝડપાયો
અહેવાલ---પ્રદીપ કચિયા, અમદાવાદ અમદાવાદ(Ahmedabad) માં સાધુના વેશમાં રાહદારીને વાતોમાં લઈ દાગીના પડાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી ઝોન 1 એલસીબીએ આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ શહેરમાં અન્ય પણ આવા ગુના બન્યા છે. જેમાં ઝડપાયેલા આરોપીની...
Advertisement
અહેવાલ---પ્રદીપ કચિયા, અમદાવાદ
અમદાવાદ(Ahmedabad) માં સાધુના વેશમાં રાહદારીને વાતોમાં લઈ દાગીના પડાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી ઝોન 1 એલસીબીએ આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ શહેરમાં અન્ય પણ આવા ગુના બન્યા છે. જેમાં ઝડપાયેલા આરોપીની કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે
અનીલ અઘોરી સાધુનો વેશ ધારણ કરતો
અમદાવાદ શહેરના ઝોન 1 એલસીબી એ ઝડપેલા આ આરોપીનુ નામ અનીલ મદારી છે.. જે દહેગામના મદારીનગરનો રહેવાસી છે. અનીલ અઘોરી સાધુનો વેશ ધારણ કરી શહેરના છેડાવાના વિસ્તારમા એકલ દોકલ ફરતા લોકોને વહેલી સવારે ટાર્ગેટ કરતો.. મંદિર કે રસ્તો પુછવાના બહાને લોકોને વાતોમાં લઈ તેમના દાગીના પડાવી લેતો હતો.. તેવો જ એક ગુનો 2 દિવસ પહેલા સોલા વિસ્તારમાં બન્યો હતો. જેમાં રાહદારી પાસેથી 2.33 લાખથી વધુના દાગીના જેમાં 3 વિંટી અને એક લક્કી પડાવી આરોપી ફરાર થઈ ગયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાડીમાં ફરી લોકોને ટાર્ગેટ કરતો
અનિલ મદારી તેની સાથે એક વ્યક્તિને ડ્રાઈવર તરીકે રાખતો અને ગાડીમાં ફરી લોકોને ટાર્ગેટ કરતો અને કોઈપણ બહાને તેમને ઘેન લાગે તેવુ પ્રવાહી સુંઘાડી દાગીના પડાવી લેતો હતો. અને આવા જ અન્ય બનાવો નવરંગપુરા અને નારણપુરામાં પણ બન્યા છે. જેને લઈ ઝડપાયેલા આરોપીની કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. સાથે જ 2.33 લાખથી વધુના સોનાના દાગીના કબ્જે કર્યો છે. જોકે આરોપી એ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
પોલીસની તપાસ શરુ
મદારી ગેંગ દ્વારા નાગા બાવા કે અઘોરીનો વેશ ધારણ કરી અવાર નવાર લોકો પાસેથી દાગીના પડાવી લેવામાં આવે છે. સાથે જ હવે એક આરોપી ઝડપાયા બાદ આ ગેંગના અન્ય આરોપી અંગે પણ માહિતી સામે આવી શકે છે. ત્યારે પોલીસ તપાસમા અન્ય કેટલા ગુના નો ભેદ ઉકેલાય છે. અને અન્ય કેટલા આરોપી ઝડપાય છે. તે જોવુ મહત્વનું છે.