Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC નો મહત્વનો નિર્ણય,રિવરફ્રન્ટ 48 કલાક બંધ રખાશે

બિપરજોય એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે. જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ત્યારે સંભવિત વાવાઝોડાના પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 15 જૂન સાંજથી રિવરફ્રન્ટ 48 કલાક માટે બંધ...
amc નો મહત્વનો નિર્ણય રિવરફ્રન્ટ 48 કલાક બંધ રખાશે
બિપરજોય એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે. જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ત્યારે સંભવિત વાવાઝોડાના પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 15 જૂન સાંજથી રિવરફ્રન્ટ 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જી હા. રિવરફ્રન્ટનો લોવર એરિયા AMC બંધ રાખશે.
અગમચેતીના ભાગરૂપે નિર્ણય
સાંભવીય વાવાઝોડાને લઈને રિવરફ્રન્ટના નિચાણવાળા વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. વધુમાં આ અંગે મેયર, પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં અગમચેતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં આ તકે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
દરિયાકાંઠે આવેલા પ્રવાસન સ્થળોએ ન જવા અપીલ
બીજી બાજુ ગુજરાતના દરિયાકાંઠે આવેલા પ્રવાસન સ્થળોએ ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેમાં સોમનાથ મંદિરે દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 13થી 16 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો ઘરબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુમાં સોમનાથમાં આવેલો સમુદ્રપથ પ્રોમોનેડ (વોક વે) બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય અગાઉથી જ સોમનાથ પધારેલા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા રહેઠાણ અને ભોજન સહિતની સુચારુ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ગુજરાતમાં 5 દિવસ વરસાદ બોલાવશે બઘડાટી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસશે. આજથી આખા ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 15, 16 અને 17 જૂને વરસાદની આગાહી કરાઈ છે.
15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે
કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ગુજરાતથી સાયક્લોન ટકરાઈને રાજસ્થાન તરફ જશે. જેથી 15, 16 અને 17 જૂને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે..વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે.. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.