આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફંકાશે, હવામાન વિભાગે કરી આગાહી
Meteorological Department, Gujarat: રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, કેટલાક વિસ્તારોમાં દરિયા કિનારે ભારે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે. તેમને જણાવી દઇએ કે, આગામી 24 કલાક સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર હાલ સુરતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ સુરત,નવસારી અને વલસાડ માં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે. પરંતુ બફારાની સ્થિતિનો અનુભવ હજી પણ લોકો કરી રહ્યા છે.
દરિયાકાંઠા વિસ્તારમાં 40 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીની અનુભૂતિ કરી રહેલા શહેરીજનોને હાલ ગરમીમાંથી રાહત તો મળી પરંતુ બફારાની સ્થિતિનો સામનો હજી પણ લોકો કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાક સુરત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 40 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળવાની છે. સુરત નવસારી અને વલસાડ દરિયાકાંઠા વિસ્તારમાં આગામી 24 કલાક 40 km ની ઝડપે પવન ફૂંકાવાની સાથે શહેરી વિસ્તારમાં પણ 25 km ની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ
મળતી વિગતો પ્રમાણે હવામાન વિભાગના સંબંધિત અધિકારી સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, તીવ્ર દબાણના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી દરિયાઈ કાંઠા વિસ્તારમાં 30 થી 35 અથવા તો 40 km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે શહેરી વિસ્તારમાં પણ 25 km ની ઝડપે પવન રહે તેવી શક્યતાઓ રહેલી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાનું છે. બફરાની સ્થિતિમાંથી રાહત મેળવવા માટે આ લોકો દરિયાકાંઠા વિસ્તારમાં સહેલગાહે આવી રહ્યા છે. બીજી તરફ 40 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા વાંસના સ્ટોલને નુકશાન થવાની પણ ભીતિ રહેલી છે.