Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વરસાદી માહોલ..અનેક સ્થળોએ ધોધમાર વરસાદ..!

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીથી એલર્ટ જારી કરાયું છે ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે સવારથી જ વિવિધ સ્થળોએ ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો...
રાજ્યમાં વરસાદી માહોલ  અનેક સ્થળોએ ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીથી એલર્ટ જારી કરાયું છે ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે સવારથી જ વિવિધ સ્થળોએ ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદમાં વરસાદી માહોલ
આજે સવારથી જ  અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના  વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સોલા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ, એસજી હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વરસાદ શરુ થતાં વાહન ચાલકો ઠેર ઠેર અટવાઇ ગયા હતા.
તાપી નદીમાં નવા નીરની આવક
બીજી તરફ સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે.ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદી માહોલ જામ્યો છે અને  ગઇકાલ થી મેઘરાજા એ બટિંગ શરૂ કરી છે જેથી તાપીમાં નવા નીરની આવક થઈ છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં  સારો એવો વરસાદ થતા હથનુર ડેમના દરવાજા ખોલાયા છે અને પાણી છોડવાનું શરુ કરાયું છે અને આ પાણી આગળ વધીને પ્રકાશા વિયર સુધી આવતા ઓવરફલો થતા ત્યાંથી પાણીની આવક શરુ થઇ છે.  ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. સુરતનો વિયર કમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. અગમચેતીના ભાગરૂપે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તાપી અને સુરત ગ્રામ્ય જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
નવસારી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ
ઉપરાંત  દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ જાહેર કરાયું છે.  રાહત બચાવ માટે NDRFની ટીમ નવસારી પહોંચી છે અને  વહીવટી તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.  નવસારી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે.
Advertisement
Tags :
Advertisement

.