Gujarat High Court : 'પશુઓને તકલીફ પડે તો ભગવાન માફ નહીં કરે'
અબોલ પશુના મોત સંદર્ભે હાઈકૉર્ટની જોરદાર ઝાટકણી
પશુઓને તકલીફ પડે તો ભગવાન માફ નહીં કરેઃ હાઇકૉર્ટ
સાહેબો, સુધરી જાઓ! માનનીય ન્યાયાલયની વાત તો માનો
"માણસોના સ્વાર્થ માટે અબોલ પશુના મોત ચલાવી નહીં લેવાય"
"ઢોર નિયંત્રણ નિતિની અમલવારીની આડમાં મોત નહીં ચલાવાય"
ઢોરવાડામાં પશુઓની સ્થિતિ મુદ્દે રિપોર્ટ રજૂ કરવા હુકમ
સરકાર, કલેક્ટર અને પક્ષકારોને રિપોર્ટ રજૂ કરવા હુકમ
આવતીકાલ સુધીમાં વિસ્તૃત રિપોર્ટ કોર્ટના રેકોર્ડ પર મુકવા હુકમ
ગંભીર પ્રકારના મામલામાં કોઈપણની બેદરકારી ચલાવાશે નહીં
જનતાને ઠેબે ચઢાવતા તંત્રને અબોલ પશુની તો શું કિંમત હોય!
જનતાના જીવ જતા હોય તેવા રેઢિયાળ તંત્ર માટે પશુ તો કશું નથી!
રીઢા થઇ ગયેલા બાબુઓને ઠપકાની અસર થશે ખરી?
રખડતા ઢોરના ત્રાસના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નિર્દોષ પશુઓના મોત બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે કહ્યું કે માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાશે નહી. ઢોરવાડામાં પશુઓની સ્થિતિ મુદ્દે રિપોર્ટ રજૂ કરવા અને સરકાર, કલેક્ટર અને પક્ષકારોને રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.
વ્યક્તિઓના સ્વાર્થમાં અબોલ જીવ મરે એ પ્રકારની જે પણ ડિઝાઈન હશે એ પણ ચલાવી લેવાશે નહી
રખડતા ઢોરના ત્રાસના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. વ્યક્તિઓના સ્વાર્થમાં અબોલ જીવ મરે એ પ્રકારની જે પણ ડિઝાઈન હશે એ પણ ચલાવી લેવાશે નહી. હાઇકોર્ટે કહ્યું કે ઢોર નિયંત્રણ નિતિની અમલવારીની આડમાં પશુઓના મોત થતા હશે તો એ પણ ચલાવી લેવાશે નહી. વ્યક્તિઓના સ્વાર્થમાં નિર્દોષ પશુઓના જીવ લેવાની ઘટના ભગવાન પણ માફ નહી કરે
તત્કાલ રિપોર્ટ રજૂ કરવા હુકમ
નડિયાદમાં અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને કોર્ટે ગંભીરતાથી લીધો હતો. હાઇકોર્ટે કહ્યું કે પ્રશાસનની કામગીરીની આડમાં નિર્દોષના જીવ જતા હોય તે ચલાવી લેવાશે નહીં. ઢોર વાડાઓની પશુઓને રાખવાની ક્ષમતા, તેમને અપાતા ચારા, મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તત્કાલ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો હતો.
મોત થશે તો ભગવાન પણ આપણને માફ નહીં કરે
હાઇકોર્ટે રાજ્ય સરકાર, નડિયાદ કલેક્ટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
આવતીકાલ સુધીમાં તમામ મુદ્દાઓનો વિસ્તૃત રિપોર્ટ કોર્ટના રેકોર્ડ પર મુકવા હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે પશુ માલિકો તરફથી થયેલી રજૂઆતો બાબતે પણ સરકાર સંજ્ઞાન લઈ યોગ્ય જવાબ રજૂ કરે. આ ગંભીર પ્રકારના મામલામાં કોઈપણની બેદરકારી ચલાવી લેવાશે નહીં તેમ પણ કોર્ટે કહ્યું હતું. જો પશુઓની યોગ્ય માવજત નહીં થાય અને મોત થશે તો ભગવાન પણ આપણને માફ નહીં કરે તેવી ટિપ્પણી હાઇકોર્ટે કરી હતી.
આ પણ વાંચો----GUJARAT: CM ભુપેન્દ્રભાઈ પટેલના સુશાસનથી સફળતાની સિદ્ધિનું એક વર્ષ